Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

કાલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના ૧૨,૫૦૦ વિદ્યાર્થીઓને ગરમ સ્‍વેટર વિતરણ

ધારાસભ્‍ય ઉદય કાનગડના આર્થિક સહયોગથી

રાજકોટઃ શહેર ભાજપ મહામંત્રી અને વિધાનસભા-૬૮ના ઈન્‍ચાર્જ કિશોરભાઈ રાઠોડની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય કડકડતી ઠંડીમાં શાળામાં જતા બાળકોને મુશ્‍કેલીનો સામનો ન કરવો પડે તેવા ઉમદા આશયથી આવતીકાલે તા.ર૦ના શુક્રવારે સાંજે ૪ કલાકે પ્રાથમિક શાળા નં.૬૭, માલધારી સોસાયટી, ગાર્ડન રેસ્‍ટોરન્‍ટ પાછળ, માર્કેટીંગ યાર્ડ ખાતે વિધાનસભા-૬૮ના ધારાસભ્‍ય ઉદય કાનગડના આર્થિક સહયોગથી અને  શહેર ભાજપ  પ્રમુખ કમલેશ મિરાણીના અધ્‍યક્ષસ્‍થાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના ૧રપ૦૦ વિદ્યાર્થીઓને નિઃશુલ્‍ક ગરમ સ્‍વેટર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે.આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, મેયર ડો. પ્રદિપ ડવ, પૂર્વ ધારાસભ્‍ય ટપુભાઈ લીંબાશીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ સહિતના ઉપસ્‍થિત રહેશે.

(4:00 pm IST)