Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

૨૧મીથી ત્રણ દિવસ અર્બન વિવાહ વેડીંગ અને લાઈફસ્‍ટાઈલ એકઝીબીશન

૧૫૧થી વધુ સ્‍ટોલ્‍સ, ૧૦ હજારથી વધુ પ્રોડકટસ

રાજકોટઃ શહેરમાં તા.૨૧ થી ૨૩ જાન્‍યુઆરી દરમ્‍યાન રેસકોર્ષના મેદાનમાં ગુજરાતનું મશહુર વેડિંગ અને લાઈફસ્‍ટાઈલ એકઝીબીશન ‘અર્બન વિવાહ' યોજાઈ રહ્યું છે, જેમાં ગોલ્‍ડ- સીલ્‍વર તથા ડાયમંડ જવેલરીથી લઈને બ્‍યુટી પાર્લર સહિતની તમામ શુભ તથા લગ્નસરા પ્રસંગોની ખરીદી માટેની તમામ પ્રોડકટ્‍સ મળી શકશે તેમ યાદીમાં જણાવાયું છે.આ એકઝીબીશનમાં ગોલ્‍ડ/ સીલ્‍વર તથા ડાયમંડ જવેલરી, વેડિંગ સાડી, ફેશન વેર, ડિઝાઈનર વેર, શુટ અને શેરવાની, વેડિંગ એસેસરીઝ, શુઝ / ફુટવેર, હેન્‍ડલુમ / હેન્‍ડીક્રાફટ, કોસ્‍મેટીક, અવનવી ડિઝાઈનમાં લાસા, શરારા, ચણીયા- ચોલી, પંજાબી શુટ, કુર્તી, ઉપરાંત વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી, મેરેજબ્‍યુરો, કેટરર્સ, ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સની માહિતી માટે પણ પ્‍લાનર મળી જશે. એકઝીબીશનનું આયોજન રાજકોટ જાણીતી ઈવેન્‍ટ મેનેજમેન્‍ટ સંસ્‍થા ‘રેઈઝ કોમ્‍યુનિકેશન્‍સ' દ્વારા કરવામાં આવ્‍યું છે. ૧૫૧થી વધુ સ્‍ટોલ્‍સ અને ૧૦ હજારથી વધુ પ્રોડકટસ રાખેલ છે. આ અંગે વધુ વિગત માટે મો.૯૦૩૩૩ ૯૯૯૮૨, મો.૮૧૨૮૧ ૨૮૧૧૦

(4:00 pm IST)