Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

પૂર્વ મામલતદારનું દબાણ હટાવ ઓપરેશનઃ પ વેપારીના રેતી-કપચીના ઢગલા ઉપર બુલડોઝરઃ ૬ાા કરોડની જમીન ખુલ્લી

કલમ-ર૦ર હેઠળ નોટીસ પાઠવ્‍યા બાદ કાર્યવાહીઃ સરકારી ખરાબો સર્વે નં. ૯૧ પૈકી ટીપી સ્‍કીમ નં. ૮ માં ૩ર૭૧ ચો.મી. ઉપર દબાણ હતું : પૂર્વ વિસ્‍તારના મામલતદારે આજે સ્‍ટાફને સાથે રાખી ૬ાા કરોડની જમીન ઉપર થયેલ દબાણ દૂર કર્યું તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૯: રાજકોટ જીલ્લા કલેકટરની સુચના બાદ પૂર્વ વિભાગના મામલતદાર શ્રી રૂદ્ર ગાંધી, સર્કલ ઓફિસરશ્રી રાજુભાઇ, તલાટી તથા અન્‍યોએ પોલીસ બંદોબસ્‍ત સાથે આજે ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે દબાણ હટાવ ઓપરેશન હાથ ધરી, બુલડોઝર ફેરવી દઇ, અંદાજે ૬ાા કરોડની ૩ર૭૧ ચો.મી. જમીન ખૂલ્લી કરાવી હતી, આ વિસ્‍તારમાં જ મીનનો ભાવ અંદાજે ચો.મી.ના રૂા. ર૦ હજાર થવા જાય છે.

મામલતદારશ્રીએ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે ફોર્જ એન્‍ડ ફોર્જની પાછળ ગુરૂદેવ પાર્ક સોસાયટીમાં આવેલા સરકારી ખરાબા સર્વે નં. ૯૧ પૈકી ટીપી સ્‍કીમ નં. ૮, ફાઇનલ પ્‍લોટ નં. પપ ની ૩ર૭૧ ચો.મી. જમીન ઉપર દબાણ અંગે પ વેપારીને કલમ ર૦ર હેઠળ નોટીસ ફટકારી હતી, આ જમીન ઉપર વેપારીઓએ રેતી-કપચીના ઢગલાનું દબાણ કર્યું હતું, જે દૂર કરવાની નોટીસ છતાં દબાણ દૂર નહિં કરતા આજે પોલીસ બંદોબસ્‍ત સાથે જમીન ખૂલ્લી કરાવાઇ હતી.

(4:01 pm IST)