Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સીંગતેલ ડબ્‍બે ૧પ રૂા.નો ઉછાળો

રાજકોટ, તા., ૧૯: સીંગતેલના ભાવ  સ્‍થિર રહયા બાદ આજે ફરી ભાવ વધારો જોવા મળ્‍યો હતો અને ડબ્‍બે ૧૫ રૂપીયાનો ઉછાળો થયો હતો.  સ્‍થાનીક બજારમાં મગફળીમાં વેચવાલી  ઘટી હોવાના અહેવાલે સીંગતેલમાં આજે ૧પ રૂપીયા ભાવ વધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧૬૧૦ રૂપીયા હતા તે વધીને ૧૬૨૫ રૂપીયા ભાવ બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૬૩૦ થી  ર૭૦૦ રૂા. હતા તે વધીને ર૬૪પ થી ર૭૧પ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

બપોર સુધીમાં અન્‍ય કોઇ ખાદ્યતેલોમાં વધઘટ ન હતી.

(4:02 pm IST)