Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ડો. સુરેશ જાશીપુરાની જીવનયાત્રા આલેખતા ‘પગથિયા’ પુસ્તકનું લોકાર્પણ

રાજકોટના જાણીતા ચર્મરોગ નિષ્‍ણાંત ડો. સુરેશભાઇ જોશીપુરાએ તેમના જન્‍મદિવસે ‘પગથિયા' પુસ્‍તકનું લોકાર્પણ કરેલ છે.

ડો. સુરેશ જોશીપુરા (એમ.ડી., એફ.આર.સી.પી., પી.એચડી., એફ.એ.એ.ડી.)એ ‘પગથિયા' પુસ્‍તકમ)ં પોતાના સમગ્ર જીવનનું રસપ્રદ આલેખન કરેલ છે. આ પુસ્‍તકનું સંપાદન પત્રકાર શ્રી હેમેનભાઇ ભટ્ટ દ્વારા થયું છે.

ડો. જોશીપુરાએ, પોતાની શિક્ષણ લાઇફ વિષે, ઉપરાંત કલીનીકમાં ૪૧ વર્ષના અનુભવ વિષે, તેમની રકતપિત, ચર્મરોગ, એસડ્‍સ અંગેની સેવાકીય પ્રવૃત્તિ વિષે, ફોટા સહિત છણાવટ કરેલ છે. તેમની આ યાત્રામાં પ્રિન્‍ટ મીડિયા અને ઇલેકટ્રોનિક મીડિયાનો લોકજાગૃતિ માટે સિંહફાળો હોવાનું પણ જણાવેલ છે.

રામકૃષ્‍ણ આશ્રમના મહંત નિખીલેશ્વરનંદજી, પદ્મશ્રી શાહબુદીનભાઇ રાઠોડ, પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયા, સુપ્રસિધ્‍ધ વકતા અને કટાર લેખક શ્રી જય વસાવડા, ડો. સુધીરભાઇ પુજારા, ડો. સુશીલભાઇ કારીયા, ડો. ભરત પારેખ વગેરેએ સંદેશાઓ દ્વારા પોતાના મંતવ્‍યો અને શુભેચ્‍છા પાઠવેલ છે.

ડો. સુરેશ જોશીપુરા તેમની કારકિર્દીમાં અટલબિહારી બાજપાઇ, નરેન્‍દ્રભાઇ મોદી, લાલકૃષ્‍ણ અડવાણી, કેશુભાઇ પટેલ, મનોહરસિંહજી જાડેજા, વિજયભાઇ રૂપાણી, હરકિશન મહેતા, કલ્‍યાણજી આણંદજી, ગાયક કે.કે. વગેરેની સાથેની યાદગાર પળો આલેખેલ છે. તેમને મળેલા આંતરરાષ્‍ટ્રીય અને રાષ્‍ટ્રીય એવોર્ડની છણાવટ પણ પુસ્‍તકમાં કરેલ છે.

સુરેશભાઇની જીવનયાત્રા વર્ણવતુ આ પુસ્‍તક અચૂક વાંચવા જેવું છે. સુરેશભાઇ (ફોન : ૦૨૮૧ - ૨૪૬૪૨૮૮ અને મો. ૭૭૭૮૦ ૧૯૨૭૦)

(4:06 pm IST)