Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

પત્‍નિને ભરણ પોષણ નહિ ચુકવવા અંગે પતિને ર૪૦ દિવસની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૧૯ : અત્રે અંબિકા સોસાયટી-ર, ચુનારાવાડ ચોક પાસે, રાજકોટ વિસ્‍તારમાં રહેતી પરિણીતા પુજાબેન ઉર્ફે પુરીબેન વા/ઓ. મુકેશભાઇ બીજલભાઇ ઢાપાએ તેણીના સાસરીયા પક્ષના પતિ (૧) મુકેશભાઇ બિજલભાઇ ઢાપા (પતિ) (ર) રૂપાઇબેન બિજલભાઇ ઢાપા (સાસુ) (૩) બિજલભાઇ પાંચાભાઇ ઢાપા (સસરા) એમ સાસરીયાઓ વિરૂધ્‍ધ ઘરેલુ હિંસા કરવા સબબ ડોમેસ્‍ટીક વાયોલન્‍સ એકટના કાયદાના પ્રબંધ હેઠળ ફરીયાદ કરવામાં આવેલ હતી જે કેસ ચાલી જતા કોર્ટ દ્વારા પતિ મુકેશભાઇ બિજલભાઇ ઢાપાને ચડત-ભરણપોષણ ન ચુકવવા બદલ ર૪૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે અરજદાર દ્વારા સામાવાળા વિરૂધ્‍ધ રાજકોટના જયુડીશ્‍યલ મેજી.ની કોર્ટમાં ડોમેસ્‍ટીક વાયોલન્‍સ એકટની કલમ-૧ર હેઠળ અરજી કરતા સદરહું કેસ ચાલી જતા અરજદારને સામાવાળાએ ભરણપોષણ અને ઘર ભાડા પેટે માસીક રૂા.૮૦૦૦ અરજી કર્યા તારીખથી દર માસે ચુકવી આપવા તેમજ ઘરેલું હિંસા આચરવા બદલ વળતર પેટે રકમ રૂા.૩૦,૦૦૦ અને અરજી ખર્ચના રૂા. ૧૦૦૦ અલગથી ચુકવી આપવા હુકમ ઠરાવેલ હોય જે ભરણપોષણની રકમ સામાવાળા મુકેશભાઇ બિજલભાઇ ઢાપા રહે. ભવાનીનગર શેરી નં. પ રામનાથપરા પાસે, રાજકોટવાળા ન ચુકવતા અરજદાર દ્વારા ચડત-ભરણપોષણ મેળવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરેલ સામાવાળા કોર્ટમાં વોરંટ ચાલુ હોવા છતા પણ પાંચ માસથી નાસ્‍તા ફરતા હોય અને તા.૧૬/૩/ર૦ર૩ ના રોજ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન અધિકારી દ્વારા પતિ મુકેશભાઇ બિજલભાઇ ઢાપાને કોર્ટમાં રજુ કરતા અરજદાર તરફે રોકાયેલ એડવોકેટ દ્વારા રજુઆત કરવામાં આવેલ કે સામાવાળા પાંચ મહીનાથી નાસ્‍તા ફરતા હોય એક રૂપિયો ભરતા ન હોય જો વોરંટ રદ કરવામાં આવે તો નાસી ભાગી જાય તેમ છે. તથા સામાવાળાને જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં લેવાની વીગતવાર અરજી આપવામાં આવેલ જે અરજી કોર્ટ દ્વારા મંજુર કરી પતિ મુકેશભાઇ બિજલભાઇ ઢાપાને ચડત-ભરણ પોષણ ન ચુકવવા બદલ ર૪૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છ.ે આ કામમાં ફરીયાદી પરિણીતા વતી રાજકોટના એડવોકેટ હર્ષ રોહીતભાઇ ઘીયા અને હર્ષિતભાઇ પાંઉ રોકાયેલ હતા

(4:08 pm IST)