Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

બળાત્‍કારના કેસમાં સંડોવાયેલ આરોપીના આગોતરા જામીન મંજુર

રાજકોટ તા. ૧૯: રાજકોટમાં મહિલા સાથે મિત્રતા કેળવી મરજી વિરૂધ્‍ધ બળાત્‍કારના કેસમાં આરોપી જયદેવ મૈયડના આગોતરા જામીન મંવજુર કરવાનો ગુજરાત હાઇકોર્ટ હુકમ કર્યો હતો.

અત્રેના બનાવની વિગત એવી છે કે, ઉપરોકત ગુનાના ફરિયાદીએ તા. ૩૧/૧૦/ર૦રર ના રોજ રાજકોટ તાલુકા પો.સ્‍ટે.માં કલમઃ ૩૭૬ મુજબ બળાત્‍કારની ફરિયાદ આપેલ જેમાં તા. ૧૧/૦૮/ર૦રર ના રોજ આરોપી જયદેવ રાયધન મૈયડે પોતે પરણિત હોવા છતાં તેમની પત્‍નિ સાથે છુટાછેડા લઇ ફરિયાદી સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી આરોપીએ ફરીયાદીને લગ્નની લાલચ આપી, આરોપીના ઘરે મરજી વિરૂધ્‍ધ શરીર સંબંધ બાંધ્‍યાની ફરિયાદ કરેલ હતી.

આ કામે આરોપીએ પોતે નિર્દોષ હોય અને ખોટા ગુનામાં સંડોવી દીધેલ હોય જેથી હાલના આરોપી જયદેવ રાયધનભાઇ મૈયડે, રાજકોટ પ્ર.નગર પો. સ્‍ટે.માં આઇ.પી.સી. કલમઃ ૩૬પ, ૩ર૪, ૩ર૩, ૩૩૭, પ૦૬(ર), ૧૧૪ મુજબની દોઢ માસ પહેલા ફરિયાદ કરેલ. જેમાં બળાત્‍કારના ગુનાના ફરિયાદીના ભાઇ તથા તેમના પિતા અને સંબંધીઓ વિરૂધ્‍ધ અપહરણ તથા મારકુટની ફરિયાદ કરેલ હોય જેનો ખાર રાખી ફરિયાદીએ હાલની બળાત્‍કારની ખોટી ફરિયાદ કરેલ છે તેવું પોતાની જામીન અરજીમાં જણાવેલ. જેમાં ગુજરાત હાઇકોર્ટે સરકારપક્ષ તથા બચાવ પક્ષની દલીલો સાંભળી હાલની બળાત્‍કારની ફરિયાદ કાઉન્‍ટર બ્‍લાસ્‍ટ તરીકે કરેલ છે જે ધ્‍યાને લઇ આરોપીને આગોતરા જામીન મંજુર કરવાનો હુકમ કરેલ છે.

ઉપરોકત આરોપી જયદેવ રાયધનભાઇ મૈયડ વતી રાજકોટના ધારાશાષાી સંજય એમ. ડાંગર, વિજયભાઇ ધમ્‍મર, સાગરભાઇ એન. મેતા, મહેશભાઇ સોનારા, પરેશભાઇ પટેલ તથા નામદાર ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ પ્રતિકભાઇ જસાણી રોકાયેલા હતા.

(4:10 pm IST)