Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

રાજકોટ બિઝનેશ લીગ ક્રિકેટ સીઝન-૩નો આજથી પ્રારંભ

રાજકોટ રીજીયનની ૬ ટીમો વચ્‍ચે જામશે જંગઃ ક્રિકેટની સાથે સભ્‍યોને બિઝનેશ પણ મળી રહે તેવા આશય સાથે રાજકોટ બીએનઆઇનું આયોજન

રાજકોટઃ તા.૧૯થી ૨૨ જાન્‍યુઆરી (ગુરૂથી રવિ) દરમિયાન બીએનઆઇ રાજકોટ તથા મોરબી, જામનગર, ગાંધીધામના રીજીયન વચ્‍ચે આજે તેમજ તા.૨૦થી ૨૨ રાજકોટ રીજીયનની ૬ ટીમો વચ્‍ચે રાજકોટ બિઝનેશ લીગ ક્રિકેટ સીઝન-૩નું આયોજન ગારડી કોલેજ ખાતે કરવામાં આવેલ છે.

રાજકોટ બિઝનેશ લીગ ક્રિકેટ સીઝન-૩ માટે સિનર્જી હોસ્‍પિટલ, એલીગન્‍ટ વેલ્‍થ પ્રા.લિ. તથા ડાયમંડ શીંગ, ગારડી કોલેજ તેમજ હોસ્‍પિટાલીટી પાર્ટનર ફીનીકસ રીસોર્ટનો સહયોગ મળેલ છે.

સ્‍ટેટ લેવલના મેચની જેમ ડીજે, સાઉન્‍ડ, લાઇટ, એલઇડી, યુ-ટયુબ લાઇવ, ઓનસાઇટ મેડિકલની સુવિધા પુરી પાડવામાં આવેલ છે. દરેક ટીમને સ્‍પોર્ટસ યુનિફોર્મ એનાયત કરવામાં આવેલ છે. મેચ પછી મેન ઓફ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેટસમેન ઓફ ધ સિરીઝ, બોલર ઓફ ધ સિરીઝ તેમજ ચેમ્‍પિયન ટીમને વિવિધ ઇનામોથી નવાઝવામાં આવશે.

ક્રિકેટ સ્‍પોર્ટસની સાથે સાથે બિઝનેશ પણ મેમ્‍બર્સને મળી રહે તેમજ મેમ્‍બર્સ એકબીજાને મળીને નેટવર્કિગ કરી શકે તે માટેની આ રાજકોટ બિઝનેશ લીગ ક્રિકેટ સીઝન-૩નું આયોજન થયુ હોવાનું આયોજકોએ જણાવેલ વધુ વિગત માટે મો.૯૦૩૩૦ ૨૨૩૩૦ જતીનભાઇ શાહનો સંપર્ક કરવો.

તસ્‍વીરમાં આયોજકો સર્વશ્રી રાજેશ સવનિયા મો.૭૬૦૦૦ ૧૦૧૦૧, ડો.દર્શન જાની, કૃણાલ કલ્‍યાણી, તુષાર ઉદેશી અને ેમનિષ કાપડી નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:19 pm IST)