Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મનપાની વેસ્‍ટ ઝોન કચેરીના રૂમમાંથી દારૂની ખાલી બોટલો મળી : વિજીલન્‍સ તપાસના આદેશ

રાજકોટ, તા. ૧૯ :  ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શહેરની મનપાની કચેરીમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

મનપાની બિગબજાર પાછળ, ૧પ૦ફૂટ રીંગ રોડ વેસ્‍ટ ઝોન કચેરીના એક રૂમમાંથી ખાલી દારૂની બોટલો મળી આવી છે. અહીં પાર્ટી કરાયા બાદ બોટલો એમને એમ મળતા સ્‍ટાફમાં પણ વિવિધ ચર્ચાઓએ જોર પકડયું છે.

ઘટનાની જાણ થતા મ્‍યુ. કમિશ્નર અમિત અરોરાએ વિજીલન્‍સને તપાસના આદેશો આપ્‍યા છે અને કસુરવાનને પકડી કડક પગલા ભરવા પણ જણાવ્‍યું છે. જો કે પ્રશ્ન એ પણ છે કે મનપા કચેરીમાં કોણે પાર્ટી કરી હશે અને કોઇ કર્મચારી સામેલ છે કે નહીં તે પણ ચર્ચાએ જોર પકડયું છે.

(4:28 pm IST)