Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

કોલ્ડ વેવ દરમ્યાન જિલ્લા વહીવટીતંત્ર પ્રજાની વહારે

પડધરી તાલુકાના જરૂરતમંદ પરિવારોને બ્લેન્કેટનું વિતરણ કરાયું

રાજકોટ:હાલમાં ચાલી રહેલા કોલ્ડ વેવ સામે નાગરિકોને રક્ષણ પૂરૂં પાડવાના આશયથી પડધરી તાલુકાના વિવિધ ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર અને સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી બ્લેન્કેટસનું વિતરણ કરાયું હતું.

    કોલ્ડવેવના લીધે હાઈપોથર્મિયા થઈ શકે છે. શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીથી ઉદભવતી આ સંભવિત પરિસ્થિતિથી બચવા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી પડધરી તાલુકાના વિવિધ ગામોમાં જરૂરીયાતમંદ ૩૦૦ લોકોને મદદરૂપ થવા માટે બ્લેન્કેટનું  વિતરણ કરી અને માનવીય અભિગમલક્ષી ઉમદા દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. બ્લેન્કેટ વિતરણના આ માનવતાસભર કાર્યમાં પડધરી સરપંચ: વિજયસિંહ પરમાર તથા મામલતદાર કૃષ્ણકુમારસિંહ ચુડાસમા અને સદભાવના વૃધ્ધાશ્રમના હોદ્દેદારો સામેલ થયા હતા.

(1:26 am IST)