Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

પથરીનું દર્દ એકાએક થઇ શકે નહિ : વિમા કંપની સામેની અપીલ કર્યાની ફરીયાદ રદ

રાજકોટ, તા. ૧૯ :  પથરીનું દર્દ ફરીયાદીને એકાએક થઇ શકે નહીં. વિમા પોલીસીની શરતો મુજબ પથરીનો રોગ પ્રથમ એક વર્ષમાં કવર થતો નથી. એસ.બી.આઇ. જનરલ ઇન્સ્યુરન્સ કાું. લી. મુંબઇની તરફેણમાં સ્ટેટ કમીશનર અમદાવાદ મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની હકિકત એવી છે કે હિમાંસુભાઇ જીવણભાઇ સોલંકીએ, એસ.બી.આઇ. જનરલ ઇન્ઈયુરન્ા. લી. પાસેથી માસ્ટર પોલીસી ઉતરાવી કુલ રૂ. ૧૩૦૦/- નું પ્રીમીયમ ભરેલ અને પોલીસીમાં રૂપિયા એક લાખનું રીસ્ક કવર હતું. ફરીયાદીને અચાનક પેટમાં દુઃખાવો થતા તેઓએ તા. ૧૭-૧ર-૧૪ ના રોજ સીજી હોસ્પીટલ સુરેન્દ્રનગરના સોનોગ્રાફી કરાવતાં જમણી કીડનીમાં પથરી હોવાનું માલુમ પડેલું.

ડો. ખારોડે સદરહું ફરીયાદીનું ઓપરેશન કરેલ અને ફરીયાદીએ કુલ રૂ. ૩૯,૦૦૯ નો ખર્ચનું મેડીકલ બીલ કલેઇમ ફોર્મ સાથે ભરેલુ, પરંતુ એસ.બી. આઇ. જનરલ ઇન્સ્યુ. કાું. લી. એ ફરીયાદીનો કલેઇમ રદ કરેલો અને વિમા પોલીસી લીધાના ૩૦ દિવસમાં જ સદરહું કલેઇમ પેએ બલ નથી તેવો રેપ્યુડેશન લેટર લખેલો. આથી ફરીયાદીએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સુરેન્દ્રનગર સમક્ષ ફરીયાદ દાખલ કરેલી, જે ચાલી જતા ગ્રાહક નિવારણ પંચે સદરહું ફરીયાદ રદ કરેલી. જેથી સ્ટેટ કમિશનમાં ફરીયાદ કરેલ હતી.

આથી ફરીયાદીએ સ્ટેટ કમિશનર, અમદાવાદ સમક્ષ અપીલ દાખલ કરેલી, જે ચાલી જતા સ્ટેટ કમીશના પ્રિસાઇડીંગ મેમ્બર શ્રીમતિ જયોતિબેન પી. જાની અને મેમ્બર્સએ વીડીયો ફોન્ફરસીંગ મારફતે હીયરીંગ કરતા એપેલન્ટની અપીલ રદ કરતા કમિશને ઠરાવેલ છે કે, પથરીનું દર્દ એવું નથી કે બે પાંચ દિવસમાં થઇ જાય. ફરીયાદીને ૩૪ એમ.એમ.ની પથરી હતી જે સંજોગોમાં ફરીયાદી ઘણા સમયથી પથરીના દર્દથી પીડાતા હોય તેવું સ્પષ્ટ અનુમાન થાય છે. આથી પ્રથમ વર્ષની પોલીસીમાં જ પથરીનું દર્દ વિમા પોલીસીની શરતો મુજબ કવર થતું ન હોય, અને એસ.બી.આઇ. જનરલ ઇન્સ્યુ. કાું. લી. ના વકીલ દેસાઇની દલીલો ધ્યાનમાં લેતા વિમા કંપનીની સેવામાં કોઇ ખામી ગણી શકાય નહીં. આથી એપેલન્ટ હિમાંસુ જીવણભાઇ સોલંકીની ફરીયાદ ખર્ચ સહિત રદ કરવામાં આવે છે.

ઉપરોકત કેસમાં સ્ટેટ કમિશન, ગોતા-અમદાવાદ સમક્ષ, સીનીયર એડવોકેટ પી.આર. દેસાઇ અને હેમલ એન.શાહ રોકાયેલ હતા.

(11:35 am IST)