Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

રિપેર કરાવીને ઘરે લાવતા'તા એ વેનને ટેન્કરે ઠોકરે લીધીઃ ઘનશ્યામભાઇ પાટડીયા ઘવાયા

માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે અતિથિ દેવો ભવ હોટેલ નજીક બનાવ

રાજકોટઃ માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતાં પુલ ઉપર અતિથિ દેવો ભવ હોટેલ નજીક સવારે ટેન્કર નં. જીજે૦૬એડી-૮૮૦૨ના ચાલકે મારૂતિ વેન નં. જીજે૦૩સીએ-૮૯૩૮ને ઠોકરે ચડાવતાં વેનમાં ભારે નુકસાન થયું હતું અને રોડ ડિવાઇડર પર  ચડી ગઇ હતી. વેનના ચાલક મોરબી રોડ સેટેલાઇટ ચોક સિલ્વર પાર્ક-૧માં રહેતાં ઘનશ્યામભાઇ નરસીભાઇ પાટડીયા (ઉ.વ.૪૦)ને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડા અને અનોપસિંહ ઝાલાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. ઘનશ્યામભાઇ વેન ડ્રાઇવીંગનું કામ કરે છે. આ વેન બગડી ગઇ હોઇ માધાપર ચોકડી પાસે મિત્રના ગેરેજમાં રિપેરીંગમાં મુકી હતી. આજે રિપેર થઇ જતાં સવારે તેઓ વેન લઇ ઘર તરફ જવા નીકળ્યા ત્યાં જ પાછળથી ટેન્કરના ચાલકે ઠોકરે ચડાવી દીધી હતી. તસ્વીર ભાવેશભાઇ લહેરૂએ મોકલી હતી.
 

(11:37 am IST)