Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ખોડીયારનગરમાંથી હદ પારી કીશન ડોડીયા દારૂની ૫૪ બોટલ સાથે પકડાયો

કીશનની હત્યાની કોશિષ, મારામારી, દારૂ અને હદ પારી સહિત દસ ગુનામાં સંડોવણી

રાજકોટ, તા.૧૯: ગોંડલ રોડ પર એસ.ટી.વર્કશોપ પાછળ ખોડીયારનગરમાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે હદ પર કરાયેલા શખ્સને દારૂની ૫૪ બોટલ સાથે પકડી લીધો હતો.

શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા તથા દારૂ-જુગારની પ્રવૃતિને નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ.કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.કે.ઝાલા હેડ કોન્સ મસરીભાઇ, યુવરાજસિંહ, દીગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, મહેશભાઇ, રોહીતભાઇ કછોટ, હીતેષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ હરપાલસિંહ અને ભાવેશભાઇને મળેલી બાતમીના આધારે ગોંડલ રોડ ખોડીયારનગર શેરી નં.૧૩માં મકાનમાં દરોડો પાડી હદ પાર કરાયેલા કિશન ભરતભાઇ ડોડીયા (ઉ.વ.૨૧)ને રૂ.૨૭૦૦૦ની કિંમતની દારૂની ૫૪ બોટલ સાથે પકડી લીધો હતો. કિશન અગાઉ હત્યાની કોશિષ, મારામારી, દારૂ તથા હદપારી સહીત દસ ગુનામાં પકડાઇ ચૂકયો છે.

(2:45 pm IST)