Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કૃષ્ણનગરમાં મિત્ર સાથે ઝઘડો ન કરવા સમજાવતા મહેશભાઇ અને તેના ભાઇ સચીનભાઇ પર છરી વડે હુમલો

ગોમજી, પપ્પુ બારોટ, સંજય ઉર્ફે ભુરો, વિજય કાઠી અને અજય કાઠી સામે ગુનો

રાજકોટ, તા. ૧૯ :  જામનગર રોડ પર કૃષ્ણનગર મેઇન રોડ પાનની દુકાન પાસે મિત્ર સાથે ઝઘડો ન કરવા બાબતે સમજાવવા જતા બે ભાઇઓ પર તેના જ મિત્રોએ છરી ધોકા અને પાઇપ વડે હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કૃષ્ણનગર મેઇન રોડ પર પરાસર પાર્ક-ર બ્લોક નં.૧ર૩માં રહેતા અને રૈયા ચોકડી પાસે ટ્રાવેલીંગની દુકાન ધરાવતા મહેશભાઇ સવજીભાઇ ચાવડા (ઉ.વ.૩ર) રાત્રે મિત્ર અજય કાઠી, સિધ્ધરાજસિંહ જાડેજા પુષ્પરાજસિંહ ચુડાસમા, ધર્મરાજસિંહ વાઘેલા પાંચેય કૃષ્ણનગર મેઇન રોડ પર માધવપાન સામે ઉભા હતા અને વાતો કરતા હતા ત્યારે અજય કાઠી ત્યાં ઉભેલ ધર્મરાજસિંહને ગાળો આપી ઝઘડો કરવા લાગેલ જેથી મહેશભાઇને તેને ઝઘડો નહીં કરવા માટે સમજાવવા જતા અજયે કારણવગર મહેશભાઇ સાથે બોલાચાલી કરી હતી અને ફોન કરી બોલાવતા તેના ભાઇ વિજય કાઠી, સંજય ઉર્ફે ભુરો, પપ્પુ બારોટ અને ગોમજી ચારેય બે કારમાં આવી અજય સહિતે છરી, ધોકા અને પાઇપ વડે હુમલો કરી મહેશભાઇ અને તેના ભાઇ સચીનભાઇને ઇજા કરી હતી. દેકારો બોલતા પાંચેય શખ્સો કારમાં બેસી ભાગી ગયા હતા. બાદ મહેશભાઇ અને સચીનભાઇને સારવાર માટેે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના એ.એસ.આઇ. એમ.આર. ડાંગર તથા મહેશભાઇ કછોટે મહેશભાઇની ફરીયાદ પરથી પાંચેય શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. એમ.બી. ગઢવીએ તપાસ હાથ ધરી છે.

(2:45 pm IST)