Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મલાઇ સાથે મસ્કો, ચાખો તો ચસ્કો

ક્રીષ્ના ભોગ લસ્સીવાલાનો શુભારંભ

રાજકોટ : કુબેર ફૂડ કંપનીના હરેશભાઇ અને રાજેશભાઇ દાવડા બાંધકામ ક્ષેત્રે સફળતાના શિખરો સર કર્યા પછી ખાદ્ય ક્ષેત્રમાં જંપલાવી અવ્વલ નંબરે પ્રસ્થાપિત થયા છે.

દાવડા બંધુઓના નવલા સાહસ 'લસ્સીવાલા' બ્રાન્ડ નેમ સાથે ફ્રેન્ચાઇસીઝ બીજનેસ અપનાવી ચેઇન આઉટલેટ ખોલી રહ્યા છે. ક્રીષ્ના ભોગ લસ્સીવાલાના શુભારંભ નિમિત્તે દાવડા બંધુઓને લાખેણી શુભેચ્છાઓ પાઠવું છું.

દાવડા પરિવાર સાથે મારે બે દાયકાથી લાગણીસભર નાતો રહ્યો હોવાથી યાજ્ઞીક રોડ ઉપર સ્વામી વિવેકાનંદની પ્રતિમા સામે 'લસ્સીવાલા' આઉટલેટના ઉદ્ઘાટનમાં અતિથિ તરીકે નિમંત્રિત કરતા ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો.

હેલ્થ કોન્શિયસ લોકો માટે 'લસ્સીવાલા' પ્રીમિયમ મિલ્ક પ્રોડકટ રજુ કરેલ છે તે અનુસાર ફલેવર્ડ મીલ્ક, છાશ, કોલ્ડ કોકો વગેરે અનેક આઇટમની સાથોસાથ અસંખ્ય ફલેવરમાં અને રેન્જમાં લસ્સી પીરસવામાં આવશે.

કોઇપણ જાતના સિન્થેટીક કલર કે પ્રિઝર્વેટીવ વગર ન્યુટ્રીશિયસ સાથે હાઇજેનિક ધોરણોના પરિપ્રેક્ષ્યમાં પ્રોડકટસનું ઉત્પાદન એ લસ્સીવાલાની લાક્ષણિકતા છે.

વિદેશી સિન્થેટીક પીણા સામે ભારતીય પરંપરાગત ગાયના દૂધમાંથી પૌષ્ટિક અને રોગપ્રતિકારક પીણા બનાવી છાશ - લસ્સીને નવા સ્વાદ અને સ્વરૂપમાં રજુ કરી આત્મનિર્ભર ભારત નિર્માણને ટેકારૂપ સહયોગી બની દેશપ્રેમને ઉજાગર કરેલ છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.. (સોશ્યલ મિડીયામાંથી)

- ડો. પુરૂષોત્તમ પીપરીયા (મો. ૯૪૨૭૨ ૨૦૫૪૪)

(2:46 pm IST)