Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ધાકધમકી આપી મકાનનો કબજો લેવાના ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ૧૯ :  બળજબરીપૂર્વક ધાકધમકી આપી મકાનમાં કબજો કરવાના ગુનામાં પકડાયેલા આરોપીને જામીન ઉપર મુકત કરવા સેશન્સ કોર્ટ હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશનના ગુના ઇન્ડીયન પીનલકોડની કલમ ૩૮૬, ૪પર, પ૦૬ (ર), પ૦૪, ૪ર૭, ૧૧૪ મુજબની ફરીયાદ/ ફરીયાદીએ આ કામના આરોપી સંજય દિનેશભાઇ માત્રાણીયા સામે નોંધાવેલી. આ ફરીયાદમાં ફરીયાદી રણજીતસિંહ (સીકયુરીટી ગાર્ડ) એ જણાવેલ કે આ કામના આરોપી અવારનવાર અલગ અલગ વ્યકિતઓને લઇ જઇ ત્યાં હાજર ફરીયાદીને ગાળો આપી ઝઘડો કરી બોલાચાલી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી, સદરહું મકાન પડાવી લેવા માટે સીકયુરીટી ગાર્ડને નોકરીએ ન રહેવા બાબતે ધમકીઓ આપી ગેટમાં તાળુ મારવા માટેની સાકર ગેરકાયદેસર રીતે ગુનો કરેલ.

આ ફરીયાદના અનુસંધાને તપાસનીશ અધિકારીએ આ કામના આરોપીને ધરપકડ કરી, આ કામના આરોપીને લોઅર કોર્ટમાં રજૂ કરતા, જેલ હવાલે રહેલા આરોપીએ પોતાને જામીન ઉપર થવા માટેે તેમના વકીલ મારફત જોઇન્ટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ગુજારતા કેસની હકિકત તેમજ બચાવ પક્ષના વકીલોની રજુઆતોને ધ્યાને લઇને રાજકોટના જોઇન્ટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ, ભરત ભાસ્કરભાઇ જાદવે આરોપીઓને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામમાં અરજદાર/ આરોપીના બચાવ પક્ષે રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઇ ડી. સાંકળીયા, અતુલભાઇ એન. બોરીચા, મનીષાબેન પોપટ, અહેશાનભાઇ એ. કલાડીયા, વિજયભાઇ સોંદરવા, વિજયભાઇ ડી. બાવળીયા, પ્રકાશભાઇ એ. કેશુર, સી.એચ. પાટડીયા, જયેશભાઇ જે. યાદવ, એન. સી. ઠક્કર, જી. એમ. વોરા વગેરે રોકાયેલા હતા.

(2:46 pm IST)