Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

રોશન પ્લાસ્ટીક ભાગીદારી પેઢીનો ચેક પાછો ફરતાં ભાગીદાર સામે કોર્ટમાં ફરિયાદ

રાજકોટ, તા.૧૯: અત્રે પોલીસ ઇમ્પેક્ષ પ્રા.લી., રાજકોટનાએ રોશન પ્લાસ્ટીકસ તથા તેના ભાગીદાર મુસ્તાક એચ.ભારમલલ, ઠે.૧૩, સદગુરૂનગર, લાતી પ્લોટ, ડોડીયા વે-બેજ સામે, રાજકોટના સામે રૂ.૧,૮૮,૨૭૩/નો ચેક ડીસઓનર થયા સબબ રાજકોટ કોર્ટમાં ફરીયાદ કરેલ છે.

ફરીયાદીની વિગતો મુજબ ફરીયાદી પ્લાસ્ટીક ગ્રેન્યુએલ્સનું વેચાણ કરતી પ્રા.લી.કંપની છે. જયારે તહોમતદાર પૈકી રોશન પ્લાસ્ટીક ભાગીદારી પેઢી છે અને મુસ્તાક એચ.ભારમલ જે તે પેઢીના ભાગીદાર તથા સાઇનીંગ ઓથોરીટી છે.

તહોમતદારોએ ફરીયાદી પાસેથી સને - ૨૦૧૮થી બિલમાં લખી શરતો કબુલ રાખી, માલ ખરીદેલ છે. જેના રૂ.૧,૮૮,૨૭૩/ તહોમતદાર પેઢી પાસે ફરીયાદીના બાકી લેણાં નીકળે છે. તહોમતદારોએ ફરીયાદીનું બાકી લેણું કબુલ રાખી ફરીયાદીની તરફેણમાં રૂ.૧,૮૮,૨૭૩/નો સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, રણછોડનગર શાખાનો ચેક ઇશ્યુ કરી આપેલ છે. જેમાં પેઢી તથા ભાગીદારો વતી મુસ્તાક એચ. ભારમલએ સહી કરી આપેલ. ઉપર્યુકત ઉલ્લેખેલ ચેકની વસુલાત મેળવવા ફરીયાદીએ તેના બેંક એકાઉન્ટમાં રજુ રાખતાં સદરહું ચેક 'ફંડસ ઇન્સફીસીયન્ટ'ના કારણોસર વગર સ્વીકાર્યે પરત ફરેલ છે. જેથી કાયદાના પ્રબંધો મુજબ તહોમતદારોને નોટીસ પાઠવવામાં આવેલ, જે નોટીસ આરોપીઓને યોગ્ય રીતે બજી ગયેલ હોવા છતાં નોટીસ પીરીયડમાં કે ફરીયાદ દાખલ થતાં સુધીમાં તહોમતદારએ ડિસઓનર થયેલ ચેકની રકમ ફરીયાદીને ચુકવેલ નહીં. જેથી રાજકોટ કોર્ટમાં ઉપરોકત પેઢી તથા તેના ભાગીદારો સામે ને ઇ.એકટ કલમ-૧૩૮ અન્વયે ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

ઉપરોકત ફરીયાદમાં ફરીયાદી પોલીમર ઇમ્પેક્ષ પ્રા.લી. વતી - વિકાસ કે. શેઠ, બ્રિજ શેઠ, અલ્પા શેઠ, રાજદિપ દાસાણી તથા રાજ રતનપરા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(2:47 pm IST)