Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

'દિલ વિધાઉટ બીલ' : રાજકોટની સત્યસાંઇ હોસ્પિટલમાં ભીમોરાના જશુભાના હ્ય્દય અને વાલ્વનું વિનામુલ્યે ઓપરેશન

રાજકોટ તા. ૧૯ : 'દિલ વિધાઉટ બીલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને  વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા  ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડયુ છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદય ના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજયોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.

અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે અને ૨૦,૦૦૦ થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડરોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આ સાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજના નો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .

આવાજ એક દર્દી જશુભા તખુભા ચુડાસમા (ઉ.વર્ષ ૫૮) ગામ ૅં- ભીમોરા, તા. ઉપલેટા, જી. રાજકોટના વતની છે. આ દર્દીને છેલ્લા ૬ મહિનાથી હદયની તકલીફ હતી.

 દર્દીના કુટુંબમાં ૫ વ્યકિત છે. દર્દી ખેતી કામ કરે છે. દર્દીના ૨ વાલ્વ ખરાબ હતા ઉપરાંત સાથે હદયની લોહી પહોંચાડતી નળીમાં બ્લોકેજ હતું. હ્ય્દયના પમ્પીંગ ઉપર અસર થવા લાગી હતી. થોડું પણ ચાલી શકાતું ન હતું. હદયના ધબકારા અનિયમિત થઈ જતા હતા.

આ દર્દી હોસ્પિટલ નિદાન માટે આવતા તેમના જરૂરી રિપોર્ટસ કર્યા બાદ દાખલ કરી આ  ૨ વાલ્વ તથા બાયપાસનુ જટિલઓપરેશન સફળતા પૂર્વક વિનામૂલ્યે કરવામાં આવેલ હતું. ત્યારબાદ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ તા.૧૮.૨.૨૦ર૧ ના રોજ રજા આપવામાં આવી હતી. આમ સત્ય સાઇબાબાના ના આશીર્વાદથી તેઓને નવજીવન પ્રાપ્ત થયું  છે. તેમના પરિવારમાં ફરી આનંદ છવાયો છે.

(2:49 pm IST)