Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મિત્રને કારણે આશુતોષ વાહન ચોરીના ગુનામાં પોલીસની ઝપટમાં ચડ્યો

ગાંધીગ્રામ પોલીસે પકડ્યો : જ્યારે ગોવિંદને માલવીયા નગર પોલીસે ચોરાઉ એકટીવા સાથે પકડાયો

રાજકોટ,તા. ૧૯: રૈયા રોડ કનૈયા ચોક પાસેથી પોલીસે બાતમીના આધારે ચોરાવ એકટીવા સાથે કાલાવડ રોડ રોયલ પાર્કના શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની સુચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એસ.પટેલ, ટી.ડી. બુડાસણા, હેડ કોન્સ ખોડુભા, કિશોરભાઇ, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ, દીગ્વીજયસિંહ ગોહીલ અને ગોપાલભાઇ બોળીયા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે દિવ્યરાજસિંહ અને ગોપાલભાઇ બોળીયાને મળેલી બાતમીના અધારે આશુતોષ મેરામણભાઇ ભારાઇ (ઉવ.૨૬) (રહે. કાલાવડ રોડ રોયલ પાર્ક -૧૦ લક્ષ્મી એપાર્ટમેન્ટ મુળ પોરબંદર)ને પકડી લીધો હતો. તેની પુછપરછ કરતા તેણે એક વર્ષ પહેલા મિત્ર સિધ્ધાર્થ મોદી નામના શખ્સને ઉછીના પૈસા આપ્યા હતા. તે પૈસાની ઉઘરાણી કરતા બદલામાં મિત્ર સિધ્ધાર્થે એકટીવા આપ્યુ હોવાનું જણાવ્યું હતું.

ચોરાઉ એકટીવા સાથે ગોંવિદ ઝબ્બે

માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. હરપાલસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતા પીઆઇ વી.કે.ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, યુવરાજભાઇ, દિગ્પાલસિંહ, રોહીતભાઇ, મહેશભાઇ તથા હિતેષભાઇ સહિતે અમીનમાર્ગ પરથી ગોવિંદ શેરબહાદુરભાઇ મગર (ઉવ.૨૦) (રહે. કાલાવડર રોડ જય દ્વારકાધીશ હોટલ મોટા મવા મૂળ નેપાળ)ને જીજે.૧૦ સીએમ ૭૫૬૬ નંબરના ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો.

(2:50 pm IST)