Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કોર્પોરેશન ચૂંટણીઃ રાજકોટમાં ૧૦૦ બીલ્ડીંગ સંવેદનશીલ તો ૪ બીલ્ડીંગ અતિ સંવેદનશીલઃ તમામમાં વીડીયોગ્રાફી

કુલ ર૯૭ જૂથ સંવેદનશીલ અંગે ૧૯ બૂથ અતિ સંવેદનશીલ હોય હવે ફરજીયાત વિડીયોગ્રાફી થશે

રાજકોટ તા. ૧૯: રવિવારે યોજાનાર મહાનગરપાલીકાની ચુંટણીમાં કુલ ૯૯૧ બુથો છે, તેમાં ૧૦૦ બીલ્ડીંગ સંવેદનશીલ તો ૪ બીલ્ડીંગ અતિ સંવેદનશીલ હોય, આ બિલ્ડીંગોના ર૯૭ + ૧૯ એમ કુલ ૩૧૬ બૂથો ઉપર હવે ફરજીયાત મતદાનના દિવસે વિડીયોગ્રાફી થશે. આ પહેલા માત્ર ૧૯ અતિ સંવેદનશીલ બૂથમાં જ વિડીયોગ્રાફી કરવાની હતી, પરંતુ હવે તમામ ૩૧૬ બૂથોમાં વિડીયોગ્રાફીની સુચના આવ્યાનું અને નકકી કરાયાનું એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું.

દરમિયાન આ વિડીયોગ્રાફીની સૂચના આવતા દરેક R.O. ધંધે લાગી ગયા છે, વિડીયોગ્રાફરો ગોતવા દોડધામ થઇ પડી છે. વિડીયોગ્રાફીનું રીપોર્ટીંગ પણ દરેક R.O. પાસે કરવાનું ફરજીયાત બનાવાયું છે.

(3:12 pm IST)