Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મતદાન વખતે આ ૧૪ ઓળખપત્ર પૈકી ૧ સાથે રાખવું જરૂરીઃ નહી હોય તો મત નહી આપવા દયે

પાસપોર્ટ, કંપનીનું આઇ-કાર્ડ પાનકાર્ડ, આધાર કાર્ડ વગેરે ચાલશે

રાજકોટ તા.૧૯ : ર૧મીએ મ.ન.પા.ની ચૂંટણીમાં મતદાન માટે મતદારોને ઓળખપત્ર જુદા-જુદા ૧૪ જેટલા ફોટા સાથેના કાર્ડ માન્ય રાખવામાં  આવનાર છે. જેની યાદી આ મુજબ છે.(૧)  ફોટા સાથેનો પાસપોર્ટ(ર) ફોટા સાથેનું ડ્રાઇવીંગ લાયસન્સ (ચુંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ) (૩) ફોટા સાથેનું ઇન્કમટેક્ષ (પીએએન)  ઓળખકાર્ડ (૪) રાજય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ. (પ) પબ્લીક સેકટર બેન્કો અને પોસ્ટ ઓફીસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ)

(૬) અનુસુચિત જાતિ/અનુસુચિત આદિજાતિ/અન્ય પ્રછાતગર્વ (ઓબીસી) નું સક્ષમ અધિકારીનું ફોટો સાથેનું પ્રમાણપત્ર (ચુંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ) (૭) ફોટા સાથેના પેન્શન પ્રમાણપત્રો જેવા કે, માજી.સેનિકોની પેન્શન બુક/પેન્શન પેમેન્ટ ઓર્ડર/માજી સૈનિકની વિધવા/આશ્રીતોના પ્રમાણપત્રો/ મોટી ઉંમરની વ્યકિતના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર (ચુંટણી તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ.) (૮) કેન્દ્ર સરકાર/ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકના ફોટા સાથેના ઓખળ કાર્ડ. (૯) ફોટો સાથેના  હથિયારોના લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ) (૧૦) સક્ષ્મ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચુંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ) (૧૧) રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બહેધરી યોજન (એમએનઆરઇજીએસ) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના જોબ કાર્ડ (ચુંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ) (૧૧) કર્મચારી રાજય વીમા યોજના હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકાર્ડ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ) (૧૩) નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર સ્ક્રીમ હેઠળ આપવામાં આવેલ સ્માર્ટકાર્ડ (૧૪) ''આધાર'' કાર્ડ

(4:00 pm IST)