Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સાંપ્રત સ્થિતિમાં ધ્યાન અને ઓશો જરૂરીઃ સ્વામી અંતર ખીરદ

યોગ મસાજ, ધ્યાન ચિકિત્સા ઓર્ગેનિક કૃષિના નિષ્ણાંત ઓશો સ્વામી 'અકીલા'ની મુલાકાતે : કોરોના કરતા તેનો ભય વધારે જોખમીઃ ભય દૂર કરવા મેડિટેશન ઉપયોગીઃ સ્વામીજી MP-મહારાષ્ટ્ર બોર્ડર પર ૨૦ એકર જમીનમાં વિવિધ પ્રયોગો કર્યા છેઃ જંગલમાં કૃષિ-ધ્યાનના પ્રયોગોઃ અધ્યાત્મ ક્ષેત્રે પણ શરીર મન સ્વસ્થ જરૂરીઃ અંતર ખીરદજી

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઓશો સંન્યાસી સ્વામી અંતર ખીરદ, સ્વામી સત્યપ્રકાશજી, પ્રેમ સ્વામીજી, દિનેશભાઇ સાંગાણી, મનોજભાઇ પરમાર, ગીરીશભાઇ તથા ભાનુબેન નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.૧૯: મહામારીનો સમય છે, તનાવનું સામ્રાજય છવાયેલું છે. કોરોના કરતા પણ તેનો ભય વધારે જોખમ સાબિત થઇ રહ્યો છે. લોકડાઉનના કારણે માનસિક, આર્થિક, સામાજિક, સાંસારિક પ્રશ્નો સર્જાયા છે. આ સ્થિતિમાં ધ્યાન અને ઓશોનું શરણ શ્રેષ્ઠ વિકલ્પ છે.

આ શબ્દો ઓશો સન્યાસી સ્વામી ધ્યાન ખીરદના છે. સ્વામીજી આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓ યોગ આયુર્વેદ મસાજ, ધ્યાન ચિકિત્સા, ઓર્ગેનિક કૃષિના નિષ્ણાંત છે. સ્વામીજી મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની સરહદે જંગલમાં પંચ નેશનલ પાર્ક ધરાવે છે. અહીં ૨૦ એકર જમીનમાં વિવિધ પ્રયોગો કરે છે.

આજે સાંજે સ્વામી અંતર ખીરદ - સુધીર સુખદેવનો સ્વામી સત્યપ્રકાશ ધ્યાન  મંદિરે સ્વાગત સમારોહ યોજાયો છે. તા.૨૧થી મોરબીમાં કેસર ફાર્મ ખાતે સ્વામીજીના સાનિધ્યમાં ઓશો નો માઇન્ડ શિબિર યોજાશે.

મસાજ અંગે સ્વામીજીએ જણાવ્યું કે મસાજ બે પ્રકારના હોય છે મિકેનીકલ મસાજ અને પ્રાર્થના મસાજ. પ્રાર્થના મસાજમાં ભાવ અને ઉર્જા પહેલા હોય છે. સ્પર્શ વિજ્ઞાન ખૂબ મહત્વનું છે. પ્રાર્થના મસાજથી શરીર મન અને ભાવનાત્મકતા સમાંતર બને છે. આ મસાજ લેનાર -આપનાર બંનેને આનંદ આપે છે. આયુર્વેદ-યોગ મસાજ થેરાપી સ્વામીજીએ વિકસાવ્યો છે.

જંગલમાં ૨૦ એકર જમીન પર ઓર્ગેનિક ફાર્મિગના પ્રયોગો દ્વારા ઘઉં-ચોખ્ખા શાકભાજી વગેરે ઉત્પાદિત કરે છે. અહીં ગૌસેવા પણ થાય છે. અહીં સુભાષ પાર્લકરજીના કૃષિ પ્રયોગો પણ કરાય છે. આ માટે ૫૦ લોકો કામ કરે છે.

સ્વામીજી કહે છે કે લોકડાઉનના સાત મહિના જંગલમાં એકલો હતો. આ સમયમાં ૫૦૦ લીંબુના છોડ ઉછેર્યા. દરરોજ એક એક છોડ સાથે વાતો કરતા કરતા પાણી પાયું.

સ્વામીજી કહે છે કે, મહામારીના કારણે માનવનો ટ્રાફીક જામ છે. આ જામમાં ફસાવાને બદલે ઓશોનો હાથ પકડીને આગળ વધો. સર્વ આધિ-વ્યાધિ-ઉપાધિનો ઉકેલ ધ્યાનમાં રહેલો છે.

સ્વામિ અંતર ખિરદ (સુધિર સુખદેવ) નો ટુકમાં પરિચય. તેઓશ્રી વ્યવસાયે સીવીલ એન્જીનીયર છે. ૧૯૯૪ થી ઓશો સાથે જોડાયેલ છે. આયુર્વેદિક યોગ મસાજની ગહન સાધના કરેલ છેમસાજમાં વધારે નિપુણતા ત્થા ગહેરાઇમાં જવા માટે થોડાક મહિના બિહાર સ્લુક ઓફ યોગામાં પ્રશિક્ષણ લીધું છે મસાજના પાયાના માસ્ટર પુનાના રૂસુમ મોડક પાસેથી શિક્ષણ મેળવ્યું છે. યોગ અને મસાજના ખજાનાને જન માનસ સુધી પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પુના આશ્રમમાં ચાલતા થેરાપી ગ્રુપ જેવા કે મીસ્ટીક રોઝ-બોર્ન અગેઇન -નો માઇન્ડ વગેરેમાં તેઓની માસ્ટરી છે. હાલમાં નાગપુર ખાતે ઓસોનીક ખેતી કરે છે. પર્યાવરણ મિત્રો માટે રહેવાની સોસાયટી ત્થા આદિવાસી લોકોને શિક્ષણ ત્થા સહાયતા પહોંચાડવાની કામગીરી કરે છે. યોગ ત્થા ઓશો ધ્યાન સામુહિક ચિકિત્સા (થેરાપી) ના માસ્ટર છે ઇકોવિલેજ રીએશનના સુત્રધાર છે નીયુ-મેન ઓફ ઓશો વિઝનના પ્રતિક છે. ઓશોના સચિવમાં યોગ નિલમના સાનિધ્યમાં ત્થા માર્ગદર્શનમાં તેમના કમ્યુન ઓશો નિસર્ગમાં ઘણી શિબિરોનું સંચાલન કરેલ છે હાલમાં તેઓ નાગપુર પાસે આવેલ પેન્ચનેશનલ પાર્કમાં ર૦ એકર જમીન પર ઓશો સંગમ કમ્યુન પુરી નિષ્ઠાથી બનાવી રહ્યા છે.

સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર-ગોંડલ રોડ-વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે,૪, વૈદ્યવાડી ડી માર્ટની પાછળની શેરી રાજકોટ.

વિશેષ માહિતી ત્થા એસએમએસ દ્વારા નામ રજીસ્ટર કરાવવા માટે સ્વામી સત્ય પ્રકાશ ૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડ ૯૮ર૪૮ ૮૬૦૭૦

(4:04 pm IST)