Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

રૈયા-માધાપર અને વોર્ડનં.૧પ/૧-૧પ/રના વિસ્તારો પ૦૦ મીટર ત્રિજયામાં હોય અશાંતધારાની શરતો લાગુ પડે છે

સીટી સર્વે કચેરીએ અશાંતધારા હેઠળના વિસ્તારોની પ૦૦ મીટર ત્રિજયામાં આવતા સર્વે નંબરની પ્રાથમીક યાદી સબ રજીસ્ટ્રાર કચેરીને સુપ્રત કરતા દસ્તાવેજ નોંધણી બંધઃ સતાવાર યાદી હવે અપાશે

રાજકોટ તા. ૧૯ : રાજય સરકારે રાજકોટના વોર્ડ નં.ર સહિતના અમુક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કર્યા બાદ અશાંતધારા હેઠળ આવતી સોસાયટીઓના પ૦૦ મીટર આ પણ અશાંતધારાની શરતો લાગુ પડતી હોય એવા ત્રિજીયામાં આવતા વિસ્તારોમાં સર્વે નંબરની યાદી સીટી સર્વે સુપ્ર.કચેરીએ તમામ સબરજીસ્ટ્રારને સુપ્રત કરતા પ૦૦ મીટર ત્રિજીયામાં આવતા રૈયા-માધાપર અને વોર્ડ નં.૧પ/૧ તથા ૧પ/રના વિસ્તારોના અમુક સર્વે નંબરના દસ્તાવેજ નોંધણીનું કાર્ય ઠપ્પ કરી દેવાયું છે.

સબ રજીસ્ટ્રાર કચેરીના સૂત્રોના જણાવ્યા મુંજબ અશાંતધારા હેઠળ આવતા વિસ્તારોની પ૦૦ મીટર ત્રિજીયામાં રૈયા-માધાપર તેમજ વોર્ડનં. ૧પ/૧ તથા ૧પ/રના વિસ્તારો આવતા હોય આ વિસ્તારોને અશાંતધારો નહિ પણ અશાંતધારાની શરતો લાગુ પડતી હોય હાલતુર્ત આ વિસ્તારોમાંં દસ્તાવેજ નોંધણીનું કાર્ય ઠપ્પ કરી દેવાયું છે.

અશાંતધારા હેઠળ આવતા વિસ્તારોની પ૦૦ મીટર ત્રિજયામાં આવતા વિસ્તારોને પણ અશાંતધારાની શરતો લાગુ પડતી હોય સીટી સર્વે સુપ્રી.કચેરી અથવા તો જીલ્લા કલેકટરની મંજુરી લેવી પડશે.

રૈયા માધાપર અને વોર્ડ નં. ૧પ/૧ તથા ૧પ/ર ના વિસ્તારો કે જે અશાંતધારા વિસ્તારના પ૦૦ મીટર ત્રિજયામાં આવતા હોય તે સર્વે નંબરોની યાદી સીટી સર્ટી. સુપ્રી. કચેરી દ્વારા તમામ સબ રજીસ્ટ્રારને મોકલી અપાઇ છે. કલેકટર કચેરીના આદેશ મુજબ જ સીટી સર્વે. સુપ્રી. કચેરીએ અશાંતધારા હેઠળ વિસ્તારના પ૦૦ મીટર ત્રિજયામાં આવતા સર્વે નંબરોની પ્રાથમીક યાદી સબ રજીસ્ટ્રારને મોકલી આપેલ છે. અને તે મુજબ સબ રજીસ્ટ્રાર કચેરી આ સર્વે નંબરોમાં દસ્તાવેજ નોંધવાનું બંધ કરી દેવામાં આવેલ છે હાલ તમામ સ્ટાફ ચુંટણી કાર્યમાં રોકાયેલ હોય આગામી દિવસોમાં સતાવાર યાદી સબ રજીસ્ટ્રાર કચેરીને સુપ્રત કરાશે.

તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં પણ અશાંતધારા હેઠળના વિસ્તારોમાં પ૦૦ મીટર ત્રિજયામાં આવતા સર્વે નંબરોમાં દસ્તાવેજ નોંધણી માટે જીલ્લા કલેકટરની મંજુરી લેવા તમામ વકીલોને સુચના અપાઇ રહી છે.

(4:05 pm IST)