Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં લોક પ્રતિનિધિત્વ ધારો ગેરકાયદે ઠરેલો

મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત ચૂંટણીનો માહોલ વચ્ચે જાણવા જેવો કિસ્સો : પત્નીની માંદગી અને પોતાની માંદગી સમયે રજા લંબાવનાર પીએસઆઈ સામે લોક પ્રતિનિધિત્વ ધારો લગાડતા નિયમોના જાણકાર અધિકારી દ્વારા અદાલતના દ્વાર ખટખટાવાયા હતા

રાજકોટ,તા.૧૯: ચૂંટણીઓની જાહેરાત સાથે જ આચાર સંહીતા લાગુ પાડવા સાથે બદલી બઢતી પર પ્રતિબંધ તથા પ્રજા પ્રતિનિધિઓ દ્વારા પોતાના વાહન વાપરવા પડે છે.રજાઓ પર આવશ્યક સેવા અંતર્ગત પર તરાપ મારી દેવામાં આવે છે                      

 ઘણી વખત તો આવા કાયદાનો જડતાથી અમલ થતો હોય છે આની સાથો સાથ કાયદાકીય જોગવાઇનો પણ ગેર ઉપયોગ થતો હોય છે.પરંતુ ઘણી વખત અધિકારી સામે દલીલ કરવા જતાં અન્ય રીતે પરેશાન કરવાની ભીતિથી મોટા ભાગનો સ્ટાફ સત્તા પાસે સાણપણ નકામુ તેમ માની ચૂપ ચાપ બેસી રહે છે.                  

જો કે ઘણા વર્ષ પહેલા જ્યારે પોલીસ તંત્રમાં શિસ્ત પરાકાષ્ટા પર  હતી તેવા યુગમાં એક પીએસઆઇ દ્વારા પોતાની પત્ની ની બીમારી સબબ સતત સાથે રહેવું જરૂરી હોવાથી એના ટેન્શનમાં સંબંધક ફોજદારની તબીયત પણ સારી રહેતી  નહતી. એથી ના છૂટકે તેવો દ્વારા પોતાની રજા લંબાવવા માટે ડોકટરી સર્ટિફિકેટ સાથે રજા લંબાવવા વિનંતી કરી.                                    

 ઉચ્ચ અધિકારી દ્વારા કોય વાત સાંભળવાને બદલે નિયમનું નાડું પકડી રાખી રાખી ફરજ પર તાત્કાલિક હાજર થવા આદેશ આપ્યા           

પોતાના અધિકારીનું માન જાળવવા અંતે ફોજદાર અર્થાત્ પીએસઆઇ હાજર થયા.પરંતુ અહી થી વાત પૂર્ણ થઈ નહિ. પરંતુ સંબંધકર્તા ફોજદાર સામે લોક પ્રતિનિધિ ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો.                           

અન્ય કોઈ ફોજદાર હોત તો આવી કાર્ય વાહી થી ભાંગી પડે પરંતુ આ ફોજદાર કે જે ખૂબ હિંમતવાન અને મહાનગર નિડર સાથે કાયદાનું ખૂબ જ જ્ઞાન ધરાવતા હોવાથી તેવો દ્વારા અદાલતમાં આ બાબતે પડકાર આપ્યો.                                       

તેઓની દલીલ એવા પ્રકારની હતી કે લોક પ્રતિનિધિ ધારો વિધાન સભા કે લોક સભા ચૂંટણી હોય તો જ લાગુ પડે અર્થાત્ નગરપાલિકા અને મહાનગપાલિકાની ચૂંટણી કે પંચાયત ચૂંટણીમાં આ ધારા નો ઉપયોગ ન થાઇ. અદાલત દ્વારા આ દલીલ  માન્ય રાખવામાં આવી હતી. આજ રીતે આ ફોજદાર કે જે લોકોમાં ખૂબ માન ધરાવતા હતાતેવો દ્વારા એક પ્રસંગે પોતાની કારકિર્દી રોળવા પ્રયત્ન કરવાના પ્રયાસો કરનાર ઉચ્ચ અધિકારીને અદાલતમાં ઠપકો અપાવેલ.

(4:07 pm IST)