Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કેમ ભૂલાય કમળ ? સોશ્યલ મીડિયામાં

ભાજપ તરફી અને વિરોધી પ્રચાર યુધ્ધ

એક તરફ વિકાસનો મુદ્દો : બીજી તરફ પેટ્રોલ-ગેસના ભાવ પોલીસના દંડના ગુન્હા

રાજકોટ તા. ૧૯: કોર્પોરેશનો તથા તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને સોશ્યલ મીડિયામાં ભાજપ તરફી અને વિરોધી પ્રચાર ચાલી રહ્યો છે. 'કેમ ભૂલાય કમળ' શીર્ષકથી જુદા જુદા મુદ્દાઓ-આવરી લઇને મેસેજનો ધોધ છુટી રહ્યો છે. ભાજપ તરફી પ્રચારમાં વિકાસ મુખ્ય મુદ્દો છે. વિરોધી પ્રચારમાં ઇ-મેમા મોંઘવારી વગેરે મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. જેની ઝલક નીચે મુજબ છે.

કેમ ભૂલાય કમળ?

* મા વાત્સલ્ય કાર્ડ દ્વારા સર્જરી થઇ

     કેમ ભૂલાય કમળ...

* આતંકવાદી હુમલા બંધ થયા

     કેમ ભૂલાય કમળ...

* રામ મંદિર નિર્માણ ચાલુ થયું

     કેમ ભૂલાય કમળ...

* મકાન માટે સબસીડી મળી

     કેમ ભૂલાય કમળ...

* ૧૦ ટકા અનામત આપી

     કેમ ભૂલાય કમળ...

* ખેડૂતોના ખાતામાં ૬૦૦૦ આવ્યા

     કેમ ભૂલાય કમળ...

* રૂ. ૧ર૦૦નો ઘર વેરો સીધો રૂ. ૩૬૦૦

     કેમ ભૂલાય કમળ...

* ટ્રાફિકના નિયમના નામે લાખો રૂ. લૂંટયા

     કેમ ભૂલાય કમળ...

* ૪૬૦ના ગેસ સિલિન્ડરના રૂ. ૭પ૦

     કેમ ભૂલાય કમળ...

* રૂ. ૬૮નું લીટર પેટ્રોલ રૂ. ૮૭નું થયું

     કેમ ભૂલાય કમળ...

* આંદોલનકારીઓને મન ફાવે તેમ માર્યા

     કેમ ભૂલાય કમળ...

* માસ્કના નામે રૂ. ૧૦૦૦ના દંડની વસુલાત

         કેમ ભૂલાય કમળ...

(4:09 pm IST)