Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

રાજકોટમાં કિન્નરોએ ટ્રાન્સઝેન્ડરનું અપહરણ કરીને માર માર્યો: પ્રાઇવેટ પાર્ટનો વિડીયો ઉતારી કર્યો વાયરલ કરતા ખળભળાટ

લોધાવડ ચોક પાસે છોકરીઓના કપડાં પહેરીને ઉભી હતી ત્યારે કેટલાક કિન્નરોએ નકલી કિન્નર હોવાના આક્ષેપો સાથે પાયલનું અપહરણ કર્યું

રાજકોટ : શહેરમાં ટ્રાન્સઝેન્ડર કરાવીને યુવતી જેવું જીવન જીવતા પાયલને શહેરના કિન્નરોએ અપહરણ કરીને ઢોર મારમાર્યો હતો. એટલું જ નહિ પણ તેના પ્રાઇવેટ પાર્ટનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે.

 આ અંગે મળતી વિગત મુજબ રાજકોટમાં રહેતી પાયલ નામની ટ્રાન્સવુમન પર લોધાવડ ચોક પાસે છોકરીઓના કપડાં પહેરીને ઉભી હતી ત્યારે શહેરમાં રહેતા કેટલાક કિન્નરોએ નકલી કિન્નર હોવાના આક્ષેપો સાથે પાયલનું અપહરણ કર્યું હતું. પાયલને ગોંધી રાખી બેરહેમીથી ઢોરમાર મારી આટલેથી ન અટકયું હોય તેમ આ ટ્રાન્સવુમનને જાહેરમાં નગ્ન કરી તેનો વિડીયો ઉતારી વાયરલ કરતાં ખળભળાટ મચ્યો છે.

 રાજકોટમાં બનેલી આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે અને સોશિયલ મીડિયા પર જરિટસ ફોર પાયલ નામની ઝુંબેશ શરૂ થઈ છે. તો બીજી તરફ પાયલને ન્યાય અપાવવા માટે ગાંધીનગર અને મહારાષ્ટ્રમાંથી આરટીઆઇ એકિટવિસ્ટ, વકીલ અને આ કોમ્યુનિટી માટે કામ કરતી એનજીઓ પણ વહારે આવી છે.

(6:45 pm IST)