Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

મોરબી રોડ બ્રીજ પાસેથી શંકાસ્પદ ૬૭ કિલો ઇમીટેશનના કાચામાલ સાથે હાર્દિક અને કરણને ક્રાઇમ બ્રાંચે દબોચ્યા

રાજકોટ : મોરબી રોડ અોવર બ્રીજ પાસે બે શખ્સો શંકાસ્પદ ઇમીટેશનના માલ સાથે ઉભા હોવાની ક્રાઇમ બ્રાંચના ઍ.ઍસ.આઇ. હરદેવસિંહ જાડેજા, કોન્સ. રણજીતસિંહ જાડેજા અને ક્રિપાલસિંહ ગોહિલને બાતમી મળતા અોવર બ્રીજ પાસેથી મોરબી રોડ સ્વસ્તિક વિલા સોસાયટીના હાર્દિક રમણીકભાઇ ડાબસરા (ઉ.વ.૧૯) અને કરણ પ્રવિણભાઇ અગેસાણીયા (ઉવ.ર૧) ને શંકાસ્પદ રૂ. ૩૦,૧પ૦ ના ૬૭ કિલો ઇમીશનનો કાચો માલ ચોરસા સાથે પકડી લીધો હતા. આ કામગીરી પીઆઇ બી.ટી. ગોહેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

 

(2:58 pm IST)