Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

રાજકોટમાં વધુ પાંચ શખ્સો ચોરાઉ અને શંકાસ્પદ મોબાઇલ સાથે પકડાયા

રાજકોટ ઃ ચોરાયેલા અને ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવા માટે શરૂ થયેલી ઝુંબેશ અંતર્ગત પોલીસે વધુ પાંચ શખ્સોને પકડી લીધા હતા. જેમાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયાને મળેલી બાતમીના આધારે લોહાનગરનો કરણ અરજણભાઇ ડાભી (ઉ.વ.ર૦) ને ઍક ચોરાઉ મોબઇાલ સાથે તથા ઍસ.અો.જી.ના પીઆઇ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. દિગ્વીજયસિંહ ગોહિલ અને ઇન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી બે ચોરાઉ મોબાઇલ સાથે અશ્વીન મેઘજીભાઇ ડામોર (ઉ.વ.ર૦) (રહે. રૈયા રોડ દીપક સોસાયટી પાછળ)ને તથા નાણાવટી ચોક આર.ઍમ.સી. કવાર્ટરના હિતેષ અમરભાઇ સોલંકી (ઉ.વ.ર૩) ને તેમજ રૈયાધાર મચ્છ કવાર્ટરની સામે ખાડામાં રહેતા વિનુ ચેલાભાઇ સમેચા (ઉ.વ.૪૬) ને બે ચોરાઉ મોબઇાલ સાથે તથા ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા અને કોન્સ રોહિતભાઇ કછોટને બાતમી મળતા અજીત ઉર્ફે બાડો દેવશીભાઇ સોલંકી (ઉ.વ.ર૩) (રહે. ચુનારાવાડ)ને ઍક ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લીધો હતો.

 

(3:00 pm IST)