Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ઓશો સર્વસ્વ છે, અનંત છેઃ પદ્મભૂષણ ઇન્દુ જૈન

ઓશો એકદમ સચોટ-સ્વતંત્રતાથી બોલતા, તેઓ કોઇ સંત ન હતા, પોતાની બદનામીથી ડરતા નહિઃ તેઓ કમળની વાત કરે છે તો સાથે - સાથે કાદવની વાત પણ સામે રાખે છે, હવે સાંભળવાવાળા કેટલા વિકસીત અને પરીપકવ છે તેના પર તે નિર્ભર કરે છે

ઓશોને કોઇ વ્યાખ્યા કે શબ્દોમાં બાંધવા મુશ્કેલ છે છતા પણ મારે કહેવુ હોય તો  કહીશ કે ઓશો ર્સ્વસ્વ છે. અનંત છે. બ્રહ્માંડનો જે દિવ્ય સ્વભાવ છે તે સઘળુ ઓશો છે.

લોકો તેમને સમજી શકયા નહિ કારણ કે ઓશોને સમજવા માટે સમજનારા પોતે પણ વિશાળ હોવા જરૂરી છે. સંપૂર્ણ સમજવાવાળા લોકો તેમનું મુલ્યાકંન કરી તેમને ઓછા આંકે છે. ઓશો તેમની પુરી સ્વતંત્રતામાં બોલતા એ કોઇ એવા સંત ન હોતા કે જે પોતાની બદનામીથી ડરતા હોય અને આ બાબત મને તેમનામાં ખુબજ સારી લાગી.

રહયો સવાલ સંભોગથી સમાધિ તરફનો તો સંભોગથી સમાધીએ એક અનંતનો વિષય છે. જેને તેમણે ખુબ જ સુંદરતાપૂર્વક લોકો સમક્ષ રજુ કર્યો. તેઓ કમળની વાત કરે છે તો સાથે સાથે કાદવની વાત પણ સામે રાખે છે. હવે સાંભળવાવાળા કેટલા વિકસીત અને પરીપકવ છે. તેના પર તે નિર્ભર કરે છે. કારણ કે બની શકે કે તેઓની દ્રષ્ટી કાદવ માજ અટકીને રહી જાય.

મે ઓશોને વાંચ્યા ઓછાને સાંભળ્યા વધુ છે. ઓશો તંત્ર પર બોલ્યા છે તે મને પ્રિય છે અને સાથે સાથે દેશ-વિદેશના સંતો તિબેટના સંતો, અને બીજા કેટલા બધા સંતો કે જેમના વિષે  આપણે કદી પહેલા સાંભળ્યુ ન હતુ. એ બધુ મે ઓશોની વાણીના માધ્યમથી સાંભળ્યું કે જે બીજા કોઇ સંત પાસેથી મળી ન શકત આ સઘળુ મને પ્રિય છે.

ઓશોની બધી જ ધ્યાન વિધિઓ સુંદર અને અનોખી છે જેમનો શરૂઆતના વર્ષોમાં મેં પણ અભ્યાસ કરેલ મારી નજરે ઓશોનું સૌથી ગહેરાઇવાળુ ધ્યાન તો તે છે. ધ્યાનનું પણ સાક્ષી થઇ જતુ તે છે.  તેનાથી આગળ પછી કંઇજ બચતુ નથી.  (સાક્ષાત્કાર શશિકાન્ત સદેવ સાધનાપક્ષ મેગેઝીનના સંપાદક)

પ્રદ્મભુષણ સ્વ. ઇન્દુ જૈન

(ચેરપર્સન, બેનેટ કોલમેન એન્ડ કંપની  )

(4:03 pm IST)