Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

રાત્રે રાજકોટ -જામનગર રોડ પર અન્ડરબ્રીજ નજીક ફાયરીંગ :GST અધિકારીના ડ્રાઈવરની હત્યા : ત્રણ લોકો ઘાયલ:આરોપી સકંજામાં

પોલીસ અધિકારીઓ દોડી ગયા: ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ વાય. બી. જાડેજાની ટીમે આરોપીઓને અટકાયતમાં લઈ પૂછપરછ હાથ ધરી

રાજકોટ: રાત્રે રાજકોટ-જામનગર રોડ નજીક રેલનગર અન્ડરબ્રિજ જતા રોડ પાસે ફાયરિંગ કરી જીએસટી અધિકારીના ડ્રાઇવરની હત્યા કરાઈ છે આ ફાયરિંગના બનાવમાં અન્ય 3 લોકોને ઇજા થઈ છે. ઘટનાની જાણકારી મળતા પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. એક આરોપીને સકંજામાં લીધો છે

આ અંગે મળતી વિગત મુજબ રાત્રે  જામનગર રોડ પર રેલનગર અન્ડરબ્રિજ પાસે ફાયરિંગ થયા અંગેની જાણ થતા ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટિમો સહિત અધિકારીઓની ટીમ દોડી ગઈ હતી. બનાવમાં ગોળીઓ ધરબી સુભાષ દેવકરણ દાતી (ગઢવી)ની હત્યા કરાઈ છે અન્ય ત્રણ લોકો ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
મૃતક સુભાષ ગઢવી જીએસટી કમિશનરના ડ્રાઇવર હોવાનું જાણવા મળે છે અને તેઓ રેલનગરના શિવ દ્રષ્ટિ પાર્કમાં રહે છે. બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ વાય. બી. જાડેજાની ટીમે આરોપીઓને અટકાયતમાં લઈ પૂછપરછ હાથ ધરી છે.

(12:00 am IST)