Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

સરકારી લો કોલેજની ૪ ઓફિસો સીલ કરતા મામલતદાર

પ્રિન્‍સીપાલની બે ઓફિસ - લાયબ્રેરી અને સ્‍ટાફ ઓફિસ સીલ કરી દેવાઇ : લેબર કોર્ટ તથા કલેકટરનો હુકમ છતાં નાણા ચૂકવવામાં ડાંડાઇ... : કોલેજના એક કર્મચારીને પોણા બે લાખની ગ્રેચ્‍યુટી નહિ ચૂકવતા અને સમજાવટ છતાં નહિ માનતા પヘમિ મામલતદાર જાનકી પટેલનું ઓપરેશન

રાજકોટ તા. ૧૮ : રાજકોટ શહેર પમિ મામલતદાર શ્રી જાનકી પટેલે ગઇકાલે બપોર બાદ એક ધરખમ પગલૂ લઇ ડીએચ કોલેજમાં બેસતી સરકારી એએમપી લો કોલેજની ૪ ઓફિસો એટલે કે આખો વહિવટી વિભાગ સીલ કરી દેતા ખળભળાટ મચી ગયો છે, લો કોલેજની ૪ ઓફિસ સીલ કરી પમિ મામલતદાર શ્રી જાનકી પટેલે કલેકટરને રીપોર્ટ પણ કરી દિધો છે.

અધિકારી સૂત્રોના કહેવા મુજબ આ લો કોલેજના એક કર્મચારીની રૂપિયા ૧ લાખ ૭૫ હજારની ગ્રેચ્‍યુટી કોલેજ દ્વારા નહિ ચૂકવાતા તે લેબર કોર્ટમાં ગયો હતો, લેબર કોર્ટે પણ ગ્રેચ્‍યુટી ચૂકવી દેવા હુકમ કર્યો હતો, આ પછી ૨૦૧૯માં તત્‍કાલીન કલેકટરે પણ ગ્રેચ્‍યુટી ચૂકવવા હુકમ કર્યો હતો, આમ છતાં નાણા નહિ ચૂકવાતા કલેકટરની સૂચના બાદ પヘમિ મામલતદાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી લો કોલેજના તંત્રને નાણા ચૂકવવા સમજાવટ ચાલતી હતી, અનેક વખત સૂચના અપાઇ પણ આમ છતાં નાણા નહિ ચૂકવાતા આખરે ગઇકાલે બપોર બાદ પヘમિ મામલતદાર શ્રી જાનકી પટેલે આકરૂ પગલુ લઇ યોજના સ્‍ટાફ - પોલીસ બંદોબસ્‍ત સાથે લો કોલેજમાં ત્રાટકયા હતા અને નિર્ણય લઇ પ્રિન્‍સીપાલની બે ઓફિસ, સ્‍ટાફની એક ઓફિસ અને આખી લાયબ્રેરી સીલ કરી દિધી હતી, મામલતદારે આમ કરતા અન્‍ય સ્‍ટાફમાં સોંપો પડી ગયો હતો, અત્રે એ નોંધનીય છે કે, આ કોલેજના ૧૯ કર્મચારી ફાજલ થતા હતા ત્‍યારે જે તે સમયે તેમને અન્‍ય નિમણૂંક આપી ગ્રેચ્‍યુટીની રકમ ચૂકવી દેવાઇ હતી, પરંતુ એક કર્મચારીને ૧ લાખ ૭૫ હજાર નહિ ચૂકવાતા આખરે મામલતદારે પગલુ લઇ ૪ ઓફિસ સીલ કરી દિધી છે.

(4:34 pm IST)