Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

રાજકોટની સગીરાને લગ્નની લાલચ આપી સુરત લઇ જઇને દુષ્‍કર્મ આચરવા અંગે પકડાયેલ આરોપીનો નિર્દોષ-છૂટકારો

ફરિયાદ પક્ષ આરોપી સામેનો કેસ પુરવાર થાય તેવો પુરાવો રજુ કરી શકેલ નથી : કોર્ટ

રાજકોટ,તા.૧૯: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ગામે રહેતા મજુરી કામ કરતા દંપતીની સગીર વયની પુત્રીને લગ્નની લાલચ આપી અપહરણ કરી બળાત્‍કાર કરવાના ગુન્‍હામાં પકડાયેલ કોડીનારનાં રવી ચૌહાણ નામના યુવાન સામેનો કેસ ચાલી જતા રાજકોટની સ્‍પેશ્‍યલ અદાલતે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા ચુકાદો આપેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ગામે રહેતા અને મજુરી કરતા દંપતીની સગીરવયની પુત્રી રાજકોટ મુકામે ધો.૧ર માં અભ્‍યાસ કરતી હતી અને તેણીનું પેપર રાજકોટની શાળામાં હોય અને પરીક્ષાનુ પેપર પૂર્ણ થતાં ભોગ બનનાર ઘરે પરત ન આવતા ફરીયાદીએ રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્‍ટેશનમાં કોઈ અજાણ્‍યા શખ્‍સ વિરૂઘ્‍ધ તેમની ભોગ બનનાર દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જનાર અજાણ્‍યા શખ્‍સ વિરૂઘ્‍ધ ભોગ બનનારના પિતાએ એવી ફરીયાદ આપેલ હતી.

આરોપીની પુછપરછ દરમ્‍યાન તપાસ કરનારને એવી હકીકત મળી આવેલ કે ભોગ બનનારને બાઈક લઈ સ્‍કૂલે આવી જતાં ભોગ બનનાર રવી સાથે કોઈને કહયાં વગર રાજકોટથી સુરત રહેવા ચાલ્‍યા ગયેલ હતા ભોગ બનનાર તથા આરોપી બન્‍ને સુરત મુકામે ભાડાના મકાનમાં રહેતા હતા અને રવી ચૌહાણે ભોગ બનનારને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભોગ બનનારની સાથે અસંખ્‍ય વખત શરીર સંબંધ બાંધેલ અને ભોગ બનનારે સમગ્ર ઘટનાની જાણ તેના માતા-પિતાને કરતા પોલીસ દ્વારા આરોપી રવીની બળાત્‍કારના ગુન્‍હામાં ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતો અને તપાસ દરમિયાન આરોપી વિરૂઘ્‍ધ મેડીકલ પુરાવાઓ સહીતના અસંખ્‍ય પૂરાવાઓ મળી આવતા તપાસ કરનાર અધીકારી દ્વારા આઈ.પી.સી. કલમ-૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસોની કલમ-૪ તથા ૬ મુજબના ગુન્‍હાનુ ચાર્જશીટ સ્‍પેશ્‍યલ અદાલતમાં રજુ કરવામાં આવેલ હતુ તેમજ પ્રોસીકયુસન દ્વારા આરોપી સામેનો કેસ પુરવાર કરવા પંચો, ભોગ બનનાર, ફરીયાદી તથા તબીબી સહીતના સાહેદો તપાસવામાં આવેલ તેમજ દસ્‍તાવેજી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવેલ હતા.

કેસના રેકર્ડ ઉપર આવેલ મૌખીક તથા દસ્‍તાવેજી પૂરાવાઓ તથા વડી અદાલતના ચૂકાદાઓ ઝીણવટપુર્વક મુલ્‍યાંકન કર્યા બાદ અદાલત એવા તારણ ઉપર આવેલ હતી કે ફરીયાદ પક્ષ દ્વારા એવો કોઈ પુરાવો રજૂ કરવામાં આવેલ નથી કે જે પરથી આરોપી રવી ચૌહાણ જ ભોગ બનનારનું અપહરણ કરેલ હોય કે ભોગ બનનાર સાથે શારીરીક સંબંધ બાંધી બળાત્‍કાર તથા જાતીય હુમલો કરેલ હોવાનુ પુરવાર થયેલ નથી જેથી કેસના તમામ પાસાઓનો તુલનાત્‍મક અભ્‍યાસ કર્યા બાદ કેસની તમામ હકીકતો અને સંજોગો લક્ષમાં રાખી તેમજ બચાવપક્ષની દલીલો તેમજ બચાવપક્ષે રજૂ થયેલ ચૂકાદાઓ ગ્રાહય રાખી અદાલતે આરોપી રવી ચૌહાણને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો ચુકાદો આપેલ હતો.

આ કામમાં આરોપી તરફે જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા રોકાયેલ હતા.

રીપન ગોકાણી

આરોપીના વકીલ

(11:15 am IST)