Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ડાયાબીટીક પીડીત બાળકનું ડાયાબીટીસ કેવી રીતે કંટ્રોલમાં રાખી શકાય?: શનિવારે અવેરનેસ કેમ્‍પ

નિષ્‍ણાંત તબીબો સેવા આપશેઃ જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્‍ડેશન દ્વારા વિનામૂલ્‍યે કાર્યક્રમનું આયોજન

રાજકોટઃ  છેલ્લા ૧૮ વર્ષથી બાળકોમાં થતા ડાયાબીટીસ (ટાઈપ-૧ ડાયાબીટીસ)ને નાથવા જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્‍ડેશન રાજકોટ કાર્યરત છે. સંસ્‍થાનું મુળભુત કાર્ય ડાયાબીટીક પીડીત બાળકોને ડાયાબીટીસ ને કેવી રીતે કંટ્રોલ કરી શકાય તે છે. આ અનુંસંધાને તા.ર૧ના શનિવારે રોજ રાજકોટ એન્‍જીનીયરીંગ એસોસિએશન હોલ, (ભકિતનગર જી.આઈ.ડી.સી) ખાતે વિનામૂ૯યે અવેશનેશ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

 આ કાર્યક્રમમાં ડાયાબીટીક પીડીત બાળકો તથા તેમના માતા - પિતાને કઠિન એવા ડાયાબીટીસ રોગમાં ડાયાબીટીસને કંટ્રોલ કેવી રીતે કરી શકાય તથા શરીરના અવયવોને ડાયાબીટીસની આડ અસરથી કેવી રીતે રક્ષણ આપી શકાય તેનું બાળકોનો ડાયાબીટીસ માટે ડોકટરો ડો. નિલેશ દેત્રોજા (એન્‍ડોક્રાઈનોલોજીસ્‍ટ), ડો. વિભાકર વચ્‍છરાજાની (ડાયાબીટીક ફુટકેર સર્જન), ડો.પંકજ પટેલ (એન્‍ડોક્રાઈનોલોજીસ્‍ટ), ડો.ઝલક શાહ ઉપાધ્‍યાય (પિડીયાટ્રીક એન્‍ડોક્રાઈનોલોજીસ્‍ટ), ડો.સંજય પંડયા (કીડની નિષ્‍ણાંત), ડો.ચેતન દવે  (પીડીયાટ્રીક એન્‍ડોક્રાઈનોલોજીસ્‍ટ), ડો. ભાગ્‍યશ્રી સાંકલીયા (આઈ સર્જન)  નિઃશુલ્‍ક સેવા આપશે.

આ કાર્યક્રમમાં અતિથી વિશેષે તરીકે શ્રી રામભાઈ મોકરીયા (સાંસદ, રાજયસભા), શ્રી ડો.પ્રદિપ ડવ (મેયર),  શ્રી અમિત અરોરા (કમિશનરશ્રી, રાજકોટ મ્‍યુ. કોર્પો ),  ડો. દર્શિતા શાહ (ડેપ્‍યુટી મેયરશ્રી),  ડો. પુષ્‍કરભાઈ પટેલ (સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન, રાજકોટ મ્‍યુ. કોર્પો), શ્રી કમલેશભાઈ મીરાણી (ભાજપ શહેર પ્રમુખશ્રી), શ્રી નિતિનભાઈ ભારદવાજ (ભાજપ પ્રભારીશ્રી, સુરેન્‍દ્રનગર), ડો. રાજેશ્રી ડોડીયા (હેલ્‍થ ચેરમેન,રાજકોટ મ્‍યુ. કોર્પો.), ડો. રાધેશ્‍યામ ત્રિવેદી  (મેડીકલ સુપ્રિટેન્‍ડન્‍ટ, પીડીયુ મેડીકલ કોલેજ એન્‍ડ સિવિલ હોસ્‍પિટલ , રાજકોટ),  ડો. સંજય ભટ્ટ (પ્રમુખ આઈ.એમ.એ.રાજકોટ), માન. શ્રી પરેશભાઈ વાસાણી (પ્રમુખશ્રી, રાજકોટ એન્‍જી. એસો.), શાંતુભાઈ રૂપારેલીયા (અધ્‍યક્ષ, વિશ્વ હિન્‍દ પરિષદ, રાજકોટ મહાનગર), મહેશભાઈ ત્રિવેદી (સીની. ધારાશાષાી) વગેરે ઉપસ્‍થિત રહી ડાયાબીટીક બાળકોને હૂંફ આપશે.

જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્‍ડેશન રાજકોટ દ્વારા ઉપસ્‍થિત ડાયાબીટીક બાળકોને ડાયાબીટીસમાં ઉપયોગી એવી પાંચ સો રૂપિયાના મૂલ્‍યની મેડીકલ કીટ ગીફટ સ્‍વરૂપે આપશે

(2:52 pm IST)