Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટના મેહુલ રવાણી દ્વારા ઇન્‍વેસ્‍ટર અવેરનેશ પ્રોગ્રામ અને પરિસંવાદ સંપન્ન

૫૦૦થી વધુ રોકાણકારોએ મ્‍યુચ્‍યુઅલ ફંડના પ્રત્‍યેક માળખાની સુયોગ્‍ય સમજ મેળવી

 રાજકોટ : રાજકોટમાં અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ના મેહુલભાઈ રવાણી દ્વારા ઇન્‍વેસ્‍ટર અવેરનેશ પ્રોગ્રામ અને પરિસંવાદ યોજાયો હતો.જેમાં

૫૦૦થી વધુ રોકાણકારોએ મ્‍યુચ્‍યુઅલ ફંડના પ્રત્‍યેક માળખાની સુયોગ્‍ય સમજ મેળવી હતી.છેલ્લા ૨૧ વર્ષ થી રોકાણકાર ને સમળધ્‍ધ બનાવવા અવિરતપણે કાર્યરત છીએ.અનેક પરિબળો વચ્‍ચે હંમેશા નવું અને સૌ પ્રથમ આપવાની વિશેષતા મુજબ રોકાણકારો માટે રોકાણ સેતુ અંતર્ગત વધુ એક સેમિનારનું આયોજન મ્‍યુચ્‍યુઅલ ફંડ હી સહી કયું હૈ કરવામાં આવ્‍યું. જેના સ્‍પીકર પાથૅ પાઠક હતા.

 જ્‍યાં તા.૧૮ના રોજ શહેરની ધ ગ્રાન્‍ડ ઠાકર હોટેલ ખાતે આર્થિક રોકાણના વિવિધ વિકલ્‍પની માહિતી અને સમજ આપવામાં આવી હતી. આ પરિસંવાદમાં ઉપસ્‍થિત રહેલા રોકાણકારોએ  મ્‍યુચ્‍યુઅલ ફંડ અને રોકાણના અન્‍ય સ્રોત-વિકલ્‍પ અંગે જાણકારી મેળવીને પોતાને થતા પ્રશ્‍નોનું સમાધાન મેળવ્‍યું હતું. કાર્યક્રમના પ્રારંભે અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટના મેહુલ મહેન્‍દ્રભાઈ રવાણીએ ૅમ્‍યુચ્‍યુઅલ ફંડ હી સહી કયું હૈૅ આ વિષયની વિગતે છણાવટ કરી હતી. અને મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કરવા ઇચ્‍છુક રોકાણકારોને સમળધ્‍ધ બનાવવા માટેની માહિતી આપી હતી.

 આ સેમિનારમાં અમદાવાદથી આવેલા આર્થિક નિષ્‍ણાત અને છેલ્લા ૧૯ વર્ષથી મ્‍યુચ્‍યુઅલ ફંડ અંગે બહોળું જ્ઞાન ધરાવતા પાર્થભાઈ પાઠક દ્વારા પોતાના વક્‍તવ્‍યમાં રોજિંદા જીવનમાં કઈ રીતે મૂડીરોકાણ કરવું એની તબક્કાવાર સમજણ આપી હતી.મ્‍યુચ્‍યુઅલ ફંડ્‍સમાં અનેક -પ્રકારના ફંડ અને તેને અનુલક્ષીને ફંડ ખરીદવામાં આવે તો રિટર્ન સારૂ મેળવી શકાય તેનું જ્ઞાન પણ પ્રદાન કરવામાં આવ્‍યું હતું.

 ઉલ્લેખનીય છે કે આ પરિસંવાદમાં રોકાણકારોને વિવિધ ઇનામોથી નવાજવામાં આવ્‍યા હતા. જ્‍યાં લાંબા ગાળે રોકાણ કરી કઇ રીતે સપત્તિનું સર્જન કરી શકાય છે, રોકાણ કરતી વખતે કઇ બાબતોનું ધ્‍યાન રાખવું જેમ કે બાળકોનું ભણતર, લગ્ન, વેકેસન, રીટાયરમેન્‍ટ વિગેરે જેવી ભવિષ્‍યની બાબતોનું આજથી કઇ રીતે નાણાકીય આયોજન કરવુ અને નાના રોકાણકારો પણ મ્‍યુચ્‍યઅલ ફંડ કઇ રીતે રોકાણ કરી શકે છે એ બાબતે વિસ્‍તાર પૂર્વક માહિતી અને માર્ગદર્શન પ્રશ્‍નોતરી દ્વારા કરવામાં આવ્‍યું હતુ.

 નોંધનીય છે કે અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ છેલ્લા ૨૧ વર્ષમાં ૫૦ રોકાણકારોથી શરૂ કરીને આજે ૧૦૦૦ જેટલા રોકાણકારોને કયાં અને કેટલું રોકાણકાર કરવું તેની સાચી અને સચોટ માહિતી આપવામાં આવી રહી છે.વધુ માહિતી માટે અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ઓફિસ નં ૩૦૧ ત્રીજા માળે, સાધના ડાઉન ટાઉન બિલ્‍ડીંગ, જ્‍યુબેલી ચોક, સંપર્ક ૯૮૨૫૮૮૨૫૭૯.

(2:53 pm IST)