Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

માંડાડુંગર જમીનના વિવાદમાં થયેલ હત્‍યાના કેસમાં ભરવાડ શખ્‍સના આગોતરા જામીન મંજુર

રાજકોટ તા.૧૯: રાજકોટના માંડા ડુંગરમાં જમીનના વિવાદમાં નિલેષ સગપરિયા હત્‍યાના ગુન્‍હામાં ભરવાડ આરોપી મયુરભાઇ કરશનભાઇᅠભુંડીયાના આગોતરા જામીન મંજુર કરવાનો રાજકોટ સેશન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

વધુ વિગત મુજબ રાજકોટમા રહેતા નીલેશભાઇ રામજીભાઇ સગપરીયાએ આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં તા.૧૯/૧૨/૨૦૨૦ ના રોજ ફરીયાદ નોંધાવેલ હતી જેમાં જણાવેલ કે તેઓ માંડા ડુંગર પાછળ આવેલ આરતી સોસાયટી શેરી નં.૩ માં પ્‍લોટમાં બાંધકામ કરતા હોય, જે પ્‍લોટમાં બાંધકામ બાબતે ઝગડો થતા સીધ્‍ધાર્થ ડાંગર અન્‍ય ૭ વ્‍યકતીઓ ભેગા મળી તેઓને ધાર્યા તથા પાઇપ ધોકા વડે માર મારેલ, આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી પ્રાણઘાતક  હથિયાર ધારણ કરી ફરિયાદી તથા સાહેદને આ પ્‍લોટમાં કેમ બાંધકામ કરો છો તેમ કહી ધારીયા તથા લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે માર મારી, શરીરે ગંભીર તથા ફેકચરની તથા મુંઢ ઇજાઓ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસ કમિશ્નર સાહેબના રાજકોટ શહેરના હથિયારબંધી જાહેરનામાનો ભંગᅠકરી ગુનો કર્યા બાબતની ફરિયાદ નોંધાયેલ છ. ફરિયાદીએ તેઓના માસીના દીકરા રાજેશભાઇને તેઓને ૧૦૮ મારફતે હોસ્‍પીલટલ લઇ ગયેલ જયા તેઓએ આ કામના આરોપીઓ વિરૂધ્‍ધ ફરીયાદ આપેલી હતી. જેમાં આજીડેમ પોલીસ સ્‍ટેશન દ્વારા સોૈ પ્રથમ આઇ.પી.સી. કલમ ૩૨૬મ, ૩૨૫,૩૨૪,૩૨૩,૫૦૬(ર), ૫૦૪, ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ તેમજ જી.પી.એકટની કલમ ૧૩૫(૧) મુજબનો ગુનો નોંધેલ હતો.ᅠᅠᅠᅠ

ત્‍યાર બાદ આજીડેમ પોલીસ સ્‍ટેશન દ્વારા તેમાં આઇ.પી.સી. કલમ-૩૦૭ નો ઉમેરો કરવામાં આવેલો હતો અને ત્‍યાર બાદ ફરીયાદીનું આશરે એકાદ માસ બાદ મૃત્‍યુ થતા તેમાં હત્‍યા અંગેના ગુન્‍હા બાબતે આઇ.પી.સી. કલમ-૩૦૨ નો ઉમેરો કરવામાં આવેલ હતો. જેમાં આજીડેમ પો.સ્‍ટે. દ્વારા જે તે સમયે કુલ ૪ ઇસમો જેમાં (૧) સિધ્‍ધાર્થ ડાંગર (ર) જયસુખ અરજણભાઇ જોગસવા (૩) રામજીભાઇ રઘુભાઇ જોગસવા, (૪) રતનભાઇ બચુભાઇ મુંધવાની ધરપકડ કરવામાં આવેલી ત્‍યારબાદ તેમાં આજીડેમ પો.સ્‍ટે. ચાર્જશીટ રજુ કરેલ હતું.

જેમાં ભરવાડ આરોપી મયુરભાઇ કરશનભાઇ ભૂંડીયાનું નામ નાસતા ફરતા આરોપી નં.૬ તરીકે દર્શાવેલ હતું જેથી આરોપીએ તેમના રાજકોટના જાણીતા એડવોકેટ કલ્‍પેશ એલ.સાકરીયા અને રાહુલ બી. મકવાણા મારફતે સેશન્‍સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ.

સેશન્‍સ કોર્ટમાં બચાવપક્ષે કાયદા વિષયક દલીલો તથા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને દલીલ કરતા, સેશન્‍સ કોર્ટે તે દલીલો માન્‍ય રાખીને આરોપીને આગોતરા જામીન ઉપર છોડવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે ભરવાડ આરોપી મયુરભાઇ કરશનભાઇ ભૂંડીયા તરફે રાજકોટ સેશન્‍સ કોર્ટમાં યુવા એડવોકેટ કલ્‍પેશ એલ. સાકરીયા, રાહુલ બી. મકવાણા, લલીત કે. તોલાણીૅ, નિપુલ આર. કારીયા રોકાયેલ હતા.

 

(2:56 pm IST)