Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

સર્વોદય સોસાયટીમાં કારખાનામાં કાચ માથે પડતા યુપીના ફૈઝાન શેખનું મોત

કાકાના ઘરે વેકેશન કરવા આવ્યો'તો : પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૧૯ : એંસી ફુટ રોડ પર આવેલી સર્વોદય સોસાયટીમાં કારખાનામાં કાચ માથે પડતા યુપીના યુવાનનું મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં રહેતો ફૈઝાન દિલશાદભાઇ શેખ (ઉ.વ.૧૮) થોડા દિવસ પહેલા રાજકોટ ૮૦ ફુટ રોડ પર સર્વોદય સોસાયટીમાં રહેતા કાકાના ઘરે વેકેશન કરવા માટે આવ્યો હતો. સર્વોદય સોસાયટીમાં આવેલા એક કારખાનામાં તેના કાકા કામ કરતા હોઇ તેથી તે ગઇકાલે કારખાનામાં બેઠો હતો ત્યારે અચાનક કાચની મોટી શીટ તેના માથે પડતા તેને ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તે ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. જી.એસ.ગઢવી તથા દિનેશભાઇ વાળાએ કાર્યવાહી કરી હતી.

(2:59 pm IST)