Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

માસ્તર સોસાયટીમાં વરલી ફીચરનો જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

રાજકોટ તા.૧૯: કોઠારીયા રોડ પર આવેલી માસ્તર સોસાયટીમાં એસ.ઓ.જીની ટીમે બાતમીના આધારે દરોડો  પાડી વરલી ફીચરનો જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા હતા.મળતી વિગત મુજબ માસ્તર સોસાયટીમાં કેટલાંક શખ્સો વરલી ફીચરનો જુગાર રમતા હોવાની એસ.ઓ.જી.ના હેડ કોન્સ. દિગ્વીજયસિંહ ગોહીલ, તથા કોન્સ. હાર્દિકસિંહ પરમારને બાતમી મળતા માસ્તર સોસાયટી મેઇન રોડ પર દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા ગોંડલ રોડ, આંબેડકરનગર શેરી નં.પ ના વિઠ્ઠલ મફાભાઇ પરમાર, હુડકો કવાર્ટર આશાપુરાનગર, શેરી નં.ર ના દોલત ફતુભાઇ સખરાણી અને રૈયાધાર મફતીયાપરા, ઇન્દીરાનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.૫૦૧ ના અશોક પુંજાભાઇ રાઠોડને પકડી લઇ રૃા.૨૧,૩૩૦ ની રોકડ તથા બે મોબાઇલ મળી રૃા.૨૬૮૩૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી એસ.ઓ.જી.ના પી.આઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ઇન્દ્રસિંહ ર્ીજાડેજા, દિગ્વીજયસિંહ  ગોહિલ, કૃષ્ણદેવસિંહ જાડેજા તથા કોન્સ.હાર્દિકસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

(3:00 pm IST)