Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

સગીર બાળકીનું અપહરણ કરવાના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ, તા. અત્રે સગીર વયની બાળકીને ભગાડી જવાના અપહરણના ગુન્‍હામાં આરોપીના આગોતરા જામીન અદાલતે મંજુર કર્યા હતાં.

આ કેસની વિગત એવી છે કે, ફરીયાદી રેખાબેન નરેશભાઇ સોઢા દ્વારા તેમની સગીર વયની ભત્રીજી-ભોગ બનનારને તેમના વાલીપણામાંથી લલચાવી, ફોસલાવી, ભગાડી જવાના અપહરણ કર્યા અંગેની ફરીયાદ તા. ૧૪-૪-ર૦રર ના રોજ જુનાગઢ બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં આરોપી હરેશ ઉર્ફે હરીયો હસમુખભાઇ ઓધરેજીયા, રહે. ચોટીલાવાળા વિરૂધ્‍ધ દાખલ કરવામાં આવેલ હતી.

આ ફરીયાદ અનુસંધાને આરોપીએ પોતાની સંભવિત ધરપકડથી બચવા માટે પોતાના એડવોકેટ મારફત ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટ, જુનાગઢમાં આગોતરા જામીન અરજી ગુજારેલ હતી.

સર્વોચ્‍ચ અદાલત તથા વડી અદાલતોના ચુકાદાઓ રજુ રાખી આરોપીના આગોતરા જામીન મંજુર કરવા જણાવેલ. જયારે સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા આગોતરા જામીન સબંધે સખત વાંધો લેવામાં આવેલ. આ તમામ સંજોગોને ધ્‍યાને લઇ આરોપી હરેશ ઉર્ફે હરીયો હસમુખભાઇ ઓધરેજીયાની આગોતરા જામીન અરજી સેશન્‍સ અદાલત દ્વારા મંજુર કરવામાં આવેલ.

આ કામમાં આરોપી તરફે રાજકોટના જાણીતા ધારાશાષાી પ્રાણલાલ એમ. મહેતા, રાજેશ કે. મહેતા, ધવલ પી. મહેતા, ગૌરવ પી. મહેતા, સી.વી. અઘેરા, સુરેન્‍દ્રસિંહ એન. જાડેજા તથા એમ.એન. ચુડાસમા રોકાયેલા હતા.

(3:08 pm IST)