Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ગોકુલધામ આવાસના કવાર્ટર પાસેથી ત્રણ ટુ-વ્હીલર ચોરી કરનારા બે પકડાયા

માલવીયાનગર પોલીસે ચીરાગ ઝાપડીયા અને ભાવીક ઉર્ફે ભુરો મકવાણાને દબોચ્યા

રાજકોટ : શહેરના કૃષ્ણનગર મેઇન રોડ પર બે શખ્સો નંબર વગરનું બાઇક લઇને નિકળ્યા હોવાની માલવીયાનગર પોલીસ મકના હેડ કોન્સ મસરીભાઇ તથા કોન્સ. અંકીતભાઇને બાતમી મળતા કૃષ્ણનગર મેઇન રોડ પર ગોકુલધામ આર.એમ. સી. આવાસ યોજના કવાર્ટર પાસેથી ચોરાઉ બાઇક સાથે સાધુવાસવાણી રોડ, ગુરૃજીનગર આવાસ યોજના કવાર્ટર નં. રર૭ ના ચીરાગ દીનેશભાઇ ઝાપડીયા અને શાપર વેરાવળ પાળપીપળીયા રોડ આદર્શન રેસીડેન્સી ફલેટ નં. ૧૦ર ના ભાવીક ઉર્ફે ભુરો ધનાભાઇ મકવાણાને પકડી લીધા હતા. પુછપરછમાં બંનેએ વધુ બે ટુવ્હીલરની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે ે એકસેસ ટુ વ્હીલર કબ્જે કર્યા હતા.  આ કામગીરી પીઆઇ કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી, હેડ કોન્સ. મસરીભાઇ, દિગ્પાલસિંહ, અજયભાઇ, કોન્સ. કુલદીપસિંહ, હરપાલસિંહ, મહેશભાઇ, અંકિતભાઇ, હિરેનભાઇ તથા હિતેષભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:36 pm IST)