Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

કોંગ્રેસની સૌરાષ્‍ટ્ર ઝોનની કારોબારી બેઠકનો પ્રારંભ પ્રદેશ નેતાગીરી રાજકોટમાં: ચૂંટણી રણનીતિ ઘડાઇ

ગુજરાતમાં શાસન પરિવર્તનનો સંકલ્‍પ : ચારેકોર પંજો છવાઈ જાય તેવી વ્‍યૂહરચના ઘડતા કોંગી આગેવાનો

રાજકોટ : કોંગ્રેસના દિગ્‍ગજ નેતાઓ આજે રાજકોટમાં છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત સૌરાષ્‍ટ્ર ઝોનની કારોબારી બેઠકનો આ લખાય છે ત્‍યારે બપોરે ૨:૩૦ વાગ્‍યે પ્રારંભ થયો છે. આ બેઠકમાં સમગ્ર સૌરાષ્‍ટ્ર, તમામ જીલ્લાઓ, તાલુકાઓ, મહાનગરો તથા નગરપાલિકાના જવાબદાર આગેવાનો સાથે મળી ગુજરાતમાં શાસન પરિવર્તનનો સંકલ્‍પ કર્યો છે અને આગામી ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને વર્ષોથી યાતના ભોગવતા પ્રજાજનો માટે મંથન કરી વિચાર વિમર્શ કરશે. આ ઉપરાંત આગામી ધારાસભાની ચૂંટણીમાં સૌરાષ્‍ટ્રની તમામ બેઠકોમાં પ્રજાની લાગણીનો પડઘો પડે અને પંજાના ઉમેદવારોનો વિજય થાય તેવી વ્‍યૂહરચના ઘડી કાઢવામાં આવશે. આ કારોબારી બેઠકમાં પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, પ્રભારી ડો. રઘુ શર્મા, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, અર્જુનભાઈ મોઢવાડીયા, પરેશભાઈ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અમિતભાઈ ચાવડા, વિક્રમભાઈ માડમ, લલીતભાઈ કગથરા તેમજ મહેશ રાજપૂત, પ્રદિપભાઈ ત્રિવેદી, ડો. હેમાંગ વસાવડા, અર્જુનભાઈ ખાટરીયા, જશવંતસિંહ ભટ્ટી સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:45 pm IST)