Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

મોબાઇલ ખરીદવાના બહાને આવેલા તસ્કરે બે દુકાનમાંથી ૧ લાખના બે મોબાઇલ ઉઠાવ્યા

વેપારી વિરલભાઇ પુજારાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદઃ એક સકંજામાં

રાજકોટ, તા., ૧૯: શહેરના સરદારનગર મેઇન રોડ પર અને જાગનાથ પ્લોટમાં આવેલી બે મોબાઇલની દુકાનમાં મોબાઇલ ખરીદવાના બહાને આવેલા ગઠીયાએ બે મોબાઇલ ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ વાણીયાવાડી શેરી નં. ૩/૯ના ખુણે અનમોલ એપાર્ટમેન્ટ બ્લોક નં. રમાં રહેતા વિરલભાઇ પ્રફુલભાઇ પુજારા (ઉ.વ.રપ)એ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે દુકાને હતા ત્યારે એક શખ્સ આવ્યો હતો અને તેણે કહેલ કે મારે સેમસંગ કંપનીનો એસ-ર૦ મોબાઇલ ફોન લેવો છે કહેતા પોતે તેને નવો લેવો છે કે સેકન્ડ હેન્ડ તેમ પુછતા તેણે સેકન્ડહેન્ડ મોબાઇલ લેવો છે તેમ કહેતા પોતે તેને સેમસંગ કંપનીનો એસ-ર૧ મોડેલનો મોબાઇલ બતાવ્યો હતો. તેણે આ મોબાઇલ ેચેક કરી  આ મોબાઇલ નથી લેવો તેમ કહેતા પોતે તેને સેમસંગ કંપનીનો એસ-ર૧ મોડેલનો મોબાઇલ બતાવ્યો હતો. તેણે આ મોબાઇલ ચેક કરી આ મોબાઇલ લેવો નથી કહેતા પોતે તે મોબાઇલ ખાનામાં રાખીને પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયો હતો. દરમ્યાન આ શખ્સે મોબાઇલ ખાનામાંથી કાઢીને જતો રહયો હતો. બાદ દુકાન બંધ કરવાનો સમય થતા પોતે ખાનામાં પડેલા મોબાઇલ સરખા મુકતા હતા ત્યારે રૃા. પ૩,૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન ગાયબ હોવાનું માલુમ પડતા પોતે દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરાના ફુટેજ જોતા આ શખ્સ મોબાઇલ કાઢતો જોવા મળ્યો હતો. બાદ તા. ૧૬ના રોજ પોતાના  મિત્ર સમુતભાઇએ જણાવેલ કે મારી દુકાનમાંથી એક શખ્સ રૃા. પ૦,૦૦૦ની કિંમતનો મોબાઇલ ચોરી ગયો હોવાનું જણાવ્યું હતું. બાદ પોતે તેને સીસીટીવી કેમેરાના ફુટેજ બતાવતા બંને વેપારીની દુકાનમાંથી એ જ શખ્સે બે મોબાઇલ ચોરી ગયો હોવાનું જાણવા મળતા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. વી.બી.ધાણની તથા રાઇટર રીતેષભાઇએ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આ બનાવમાં પોલીસે એક શખ્સને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છે.

(4:00 pm IST)