Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

જીલ્લા પંચાયતની શાખાઓમાં ભુપત બોદરનું સરપ્રાઇઝ ચેકીંગઃ વિવિધ મુદ્દે કડક તાકીદ

શાખાધિકારીઓ-ચેરમેનોના મોબાઇલ નંબર જાહેર કરાશે

રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરે પંચાયત કચેરીની વિવિધ શાખાઓમાં ઓચિંતા ચેકીંગ કરેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ, તા., ૧૯: જીલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરે પંચાયત કચેરીની બાંધકામ, સિંચાઇ, ખેતીવાડી, શિક્ષણ, પશુપાલન વગેરે શાળાઓનું ઓચિંતુ ચેકીંગ કરી સ્વચ્છતા, નિયમીતતા, કામની ગતી વગેરે બાબતે કડક તાકીદ કરી હતી. અધુરા કામો ઝડપથી પુરા કરવા સુચના આપેલ. લોકોના લાભાર્થે તમામ શાખા અધિકારીઓ અને સમીતીના અધ્યક્ષોના ફોન નંબરો જાહેર કરવાનું જણાવ્યું હતું. પંચાયતની યોજનાઓનો લોકો સુધી પુરતો લાભ પહોંચાડવા પણ તેમણે સુચના આપી હતી.

કચેરીની મુલાકાત વખતે ખેતીવાડી અધિકારી આર.આર. ટીલવા, બાંધકામના કાર્યપાલક ઇજનેર ડાંગર, પશુપાલન નિયામક કે.વી. ખાનપરા, પ્રાથમીક શિક્ષણાધીકારી ડી.આર.સરડવા, નાયબ કાર્યપાલક ઇજનેર આર.બી.પટેલ, સામાજીક ન્યાય સમીતીના અધ્યક્ષ મોહનભાઇ દાફડા વગેરે સાથે રહયા હતા.

(1:22 pm IST)