Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રાજકોટના પ૦માં નવા કલેકટર અરૂણ મહેશ બાબૂ

શ્રી અરૂણ મહેશ બાબૂ અગાઉ રાજકોટમાં ડે.કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયા છે : ર૦૧૩ બેચના આઇએએસ અધિકારીઃ અમદાવાદ ડીડીઓમાં સફળ કામગીરી હવે રાજકોટના કલેકટર

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટના નવા પ૦ માં કલેકટર તરીકે શ્રી અરૂણકુમાર મહેશ બાબૂની રાજય  સરકારે નિમણૂંક કરી છે, તેઓ રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહનના અનુગામી બન્યા છે, અને થોડા દિવસ બાદ તેઓ રાજકોટ આવી પોતાનો ચાર્જ સંભાળશે.

શ્રી અરૂણ મહેશ બાબૂ ર૦૧૩ ની બેચના આઇએએસ અધિકારી છે, અને અમદાવાદ ડીડીઓ તરીકે તેમણે સફળ કામગીરી બજાવી અને હવે રાજકોટમાં પ૦મા કલેકટર તરીકે ચાર્જ સંભાળશે. અત્રે એ નોંધનીય છે કે નવા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબૂ રાજકોટથી પરિચિત છે, બે કે ત્રણ વર્ષ પહેલા તેઓ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ડે.કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયા છે.

(3:22 pm IST)