Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

પીજીવીસીએલના નવા એમડી ધીમંતકુમાર વ્યાસ

શ્વેતા તેઓટીયાના સ્થાને નિમણુકઃ સુપર ન્યુમેરીમાંથી હવે રેગ્યુલર પોસ્ટીંગ

રાજકોટ તા. ૧૯ :.. રાજય સરકારે ચીપેલા બદલીના ઘાણવામાં રાજકોટ પીજીવીસીએલના એમ. ડી. શ્વેતા તેઓટીયાની બદલી કરતા તેમના સ્થાને ર૦૧૪ ની બેચના આઇએએસ ધીમંતકુમાર ભરતકુમાર વ્યાસની નિમણુંક કરાઇ છે.

તેઓ ગાંધીનગર ખાતે એન્જી એન્ડ પેટ્રોકેમીકલ્સ ડીપાર્ટમેન્ટમાં સુપર ન્યુમેરી એડી. કલેકટર તરીકે ફરજ બજાવતા હતા, હવે તેમને રેગ્યુલર પોસ્ટીંગ મળ્યું છે, અને તેઓ પીજીવીસીએલના એમડી. બન્યા છે.

(3:23 pm IST)