Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૮ ડેમોમાં ૦ાા મી. ૨ાા ફૂટ નવુ પાણી ઠાલવતા મેઘરાજા : આવક ચાલુ

૩૫ ડેમો ઉપર ઝાપટાથી ૩ાા ઇંચ વરસાદ : સિંચાઇ કન્ટ્રોલ રૂમ સાબદો

રાજકોટ તા. ૧૯ : રાજકોટ - સૌરાષ્ટ્રમાં મેઘસવારી શરૂ થઇ છે, અને તે સાથોસાથ ડેમોમાં પણ મેઘરાજાએ નવા પાણી ઠાલવવાનું શરૂ કરતા લોકોના હૈયે ટાઢક છવાઇ છે. સિંચાઇ કંટ્રોલ રૂમના ઉમેર્યા પ્રમાણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કુલ ૮ ડેમોમાં ૦ાા થી ૨ાા ફૂટ જેવું પાણી મેઘરાજાએ ઠાલવી દીધું છે.

જેમાં ઉંડ-૧માં ૦ાા ફૂટ, ધી ડેમમાં પોણો ફૂટ, ફોફળ-૨માં ૨ાા ફૂટ, કબરકામાં ૨.૩૦ ફૂટ, કર્ણકીમાં પોણો ફૂટ, લીંબડી ભોગાવો અને ત્રિવેણી ઠાંગામાં - પોણો ફૂટ તથા બ્રાહ્મણી ડેમમાં ૦.૦૨૦ ફૂટનો વધારો થયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ ઉપરાંત ૩૫ જેટલા ડેમો ઉપર ૦ાા થી ૩ાા ઇંચ જેવો વરસાદ પડયો છે, ભારે વરસાદની આગાહી હોય સિંચાઇ કન્ટ્રોલ રૂમ સાબદો બની ગયો છે.

(3:26 pm IST)