Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ભારે વરસાદમાં જિલ્લા પંચાયતનું વૃક્ષ જમીનદોસ્ત :ટ્રાફિક જામ

રાજકોટ : રાજકોટ શહેરમાં આજે સવારે ૮ કલાકથી વરસાદ વરસી રહ્યો હતો. ૧૦ વાગ્યાના સુમારે ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા રાજકોટ જિલ્લા પંચાયત પરિસરમાં આવેલ વિશાળ વૃક્ષ અચાનક રોડ પર પડી ગયું હતું. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી વિશાળવૃક્ષ જમીનદોસ્ત થતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. રાજકોટમાં ચોમાસાના પ્રારંભે જ રેઇન કોટ છત્રી બજારમાં પણ થોડી ચમક આવી હતી. (તસ્વીર :  અશોક બગથરીયા)

(3:27 pm IST)