Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

માંગરોળમાં મગજ ભમતાં ૬૫ વર્ષના સુલેમાનભાઇ હાંસાએ ખુરશીમાં બેસી બ્લેડથી ગુપ્તાંગ વાઢી નાંખ્યું

સારવાર માટે રાજકોટ ખસેડાયાઃ એકાદ વર્ષથી માનસિક અસ્વસ્થ થઇ ગયાનું સ્વજનનું કથન

રાજકોટ તા. ૧૯: માંગરોળમાં જુમ્મા મસ્જીદ પાસે રહેતાં સુલેમાનભાઇ મહમદભાઇ હાંસા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધે પોતાના ઘરે ખુરશીમાં બેસી બ્લેડથી પોતાનું ગુપ્તાંગ વાઢી નાંખતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.આ બનાવને તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માંગરોળ પોલીસને જાણ કરી હતી. સુલેમાનભાઇ અગાઉ ડ્રાઇવીંગ કરતાં હતાં. હાલમાં નિવૃત જીવન જીવે છે. સંતાનમાં ચાર પુત્ર અને પાંચ પુત્રી છે. તેમના સ્વજનના કહેવા મુજબ એકાદ વર્ષથી સુલેમાનભાઇની માનસિક હાલત અસ્વસ્થ જેવી થઇ ગઇ છે.

શુક્રવારે સવારે ઘરના બધા લોકો કામે ગયા હતાં અને સુલેમાનભાઇના પત્નિ પણ બહાર ગયા હતાં ત્યારે તેઓ એકલા ઘરે હોઇ તેમણે ખુરશીમાં બેસી બ્લેડથી ગુપ્તાંગ કાપીને ખુરશીમાં મુકી દીધું હતું. એ પછી પડોશીને જાણ થતાં તેણે ફોન કરી તેના પરિવારજનોને બોલાવતાં સુલેમાનભાઇને પ્રથમ માંગરોળ, જુનાગઢ હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.

(3:27 pm IST)