Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રેમ્યા મોહનની બદલી થતા તલાટીથી માંડી હાઇ લેવલ અધિકારીઓ સુધીના ભારે નિરાશ : કોરોના કાળમાં જબરી કામગીરી : શહેરને મોટી ખોટ પડી છે

સરકારે માત્ર પોણા બે વર્ષેમાં કેમ બદલી કરી : રાજય સરકારે વિચારવું જરૂરી

રાજકોટ, તા. ૧૯ :  રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનની સરકારે એકાએક બદલી કરી છે, કોરોના કાળમાં રાત્રે ર-ર વાગ્યા સુધી જબરી કામગીરી કરનાર કલેકટરની બદલીથી રાજકોટ રેવન્યુના તલાટીથી માંડી હાઇલેવલ તમામ અધિકારીઓ સુધીના ભારે નીરાશ થયા છે. આજે નામ નહિ લખવાની શરતે એક અધિકારીએ ''અકિલા'' ને જણાવ્યું હતું કે કલેકટરશ્રીની બદલીથી શહેરને આપણને મોટી ખોટ પડી છે, હજુ તેમને માત્ર પોણા બે વર્ષ થયા છે, ત્યાં સરકારે કેમ બદલી કરવી પડી, રાજય સરકારે વિચારવું જરૂરી છે, અધિકારીઓ સ્ટાફે જણાવેલ કે નખશીખ પ્રમાણિક આ અધિકારીની બદલીથી અમે સવારથી નિરાશ થયા છીએ. કામમાં જીવ લાગતો નથી દરેક સ્ટાફ ભારે અફસોસ વ્યકત કરતો હતો.

(4:33 pm IST)