Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રેલનગરમાં મહિલાના પર્સની ચીલઝડપ કરનારા સમીર અને સોયબ પકડાયા

પ્રનગર પોલીસે બંનેને દબોચ્યા : સમીર બ્લોચ, હથિયાર, મારામારી,લૂંટ, ધમકી, દારૂ, જુગાર સહિત ૧૭ ગુનામાં સામેલ

રાજકોટ,તા. ૧૯ : શહેરના રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ પર મહિલાના પર્સની થયેલી ચીલ ઝડપનો પ્રનગર પોલીસે ભેદ ઉકેલી બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ પર મહિલાના પર્સની બે શખ્સોએ ઝોંટમારી ભાગવા જતા મહિલાએ પોતાના એકટીવા પર બંને શખ્સાનો પીછો કરતા બંને ચીલ ઝડપકારોએ મહિલાને પછાડી દઇ નાશી જતા પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી. આ બનાવ અંગે પ્રનગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.ડી. પટેલ, હેડ કોન્સ. દેવશીભાઇ, વિજયરાજસિંહ, કુલદીપસિંહ, પ્રદિપસિંહ, અક્ષયભાઇ, મહાવીરસિંહ, તથા અશોકભાઇ હુંબલ સહિતે બનાવ સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તેના આભારે ઇ.ગુજકોપ તથા પોકેટ કોપના આધારે પી.એસ.આઇ કે.ડી.પટેલ, પ્રદિપસિંહ ગોહીલ અને કુલદીપસિંહ રાણાને મળેલી બાતમીના સદર બજાર હરીહર ચોક પાસે રહેતા સમીર કાસમભાઇ બ્લોચ (ઉવ.૨૬) અને સોયબ ઉર્ફે અસ્કામ સીદીકભાઇ સમા (ઉવ.૨૪)ને પકડી લીધા હતા. પકડાયેલો સમીર બ્લોચ અગાઉ બે વખત પાસામાં પણ જઇ ચૂકયો છે. તેમજ તે અગાઉ હથિયાર, લૂંટ, ચીલઝડપ મારામારી, જુગાર અને દારૂ સહિતના ૧૭ ગુનામાં પકડાઇ ચૂકયો છે.

(4:41 pm IST)