Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

નવદિક્ષિત પૂજય શ્રી પરમ સંવેગીજી મહાસતીજીનો ૨૫મો ઉપવાસ

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ. સા.ના સાંનિધ્‍યે પરમધામ સાધના સંકુલમાં અનેક મહાસતીજીઓની ઉગ્ર તપ આરાધના

રાજકોટ,તા.૧૯: જેમની કરૂણાદ્રષ્ટિ પામીને અનેકો આત્‍માઓ સંસાર ત્‍યજીને સંયમની યાત્રામાં, જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપરૂપ ધર્મના ચારસ્‍તંભમાં અહોભાવપૂર્વક આગળ વધી રહ્યા છે એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ સંત-સતીજીઓનો મહારાષ્‍ટ્રના, પડઘા સ્‍થિત, પરમધામ સાધના સંકુલમાં પ્રવેશ થતાં જ અનેક આત્‍માઓ ઉગ્ર તપ આરાધનામાં જોડાઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરી મહિનામાં ગિરનારની પાવન ભૂમિ પર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષિત થયેલા નવદિક્ષિત પૂજય શ્રી પરમ સંવેગીજી મહાસતીજી આજરોજ તા.૧૯ના ૨૫માં ઉપવાસની આરાધના સાથે મક્કમ મનોબળપૂર્વક આગળ વધી રહ્યા છે.

એ સાથે જ, ૭ વર્ષ પૂર્વે જેઓને સંયમના દાન મળ્‍યા હતા તેવા પૂજય શ્રી પરમ કૃપાજી મહાસતીજી, કોલકાતામાં જેઓને દીક્ષા પ્રદાન થઈ હતી તેવા પૂજય શ્રી પરમ તમસ્‍વીજી મહાસતીજી તથા ગિરનારની ભૂમિ પર દીક્ષિત થયેલા નવદિક્ષિત પૂજય શ્રી પરમ નેમિશ્વરાજી મહાસતીજી તેમજ નવદિક્ષિત પૂજય શ્રી પરમ સુરમ્‍યાજી મહાસતીજી આજરોજ ૯માં ઉપવાસની આરાધના સાથે અહોભાવપૂર્વક આગળ વધી રહ્યા છે. જેમનું નામ ઇતિહાસના પાનાઓ પર સુવર્ણ અક્ષરે અંકિત છે, તેવા ૨૦૧૮માં રાજકોટની રાજાણી નગરીમાં દીક્ષિત થયેલા પૂજય શ્રી પરમ આરાધ્‍યાજી મહાસતીજી આજરોજ છઠ્ઠા ઉપવાસની આરાધના સાથે આગળ વધી રહ્યા છે.ᅠ

વિશેષમાં, ગિરનાર ભૂમિ પર દીક્ષિત થયેલા નવદિક્ષિત પૂજય શ્રી પરમ ઋષિમિત્રાજી મહાસતીજીએ ૧૬ ઉપવાસની આરાધના શાતાપૂર્વક સંપન્ન કરેલ છે.

(10:34 am IST)